કોરોના વાયરસ સામેની લડાઇમાં પીએમ મોદીએ જીત્યું પાકનાં પૂર્વ સાસંદનું દિલ, ઇમરાનને કહ્યું ન કહેવાનું

News18 Gujarati
Updated: March 16, 2020, 12:58 PM IST
કોરોના વાયરસ સામેની લડાઇમાં પીએમ મોદીએ જીત્યું પાકનાં પૂર્વ સાસંદનું દિલ, ઇમરાનને કહ્યું ન કહેવાનું
ઇમરાનખાનની ફાઇલ તસવીર

સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામેલ થયા ન હતા.

  • Share this:
ઇસ્લામાબાદ : કોરોના વાયરસ (Coronavirus) અંગે સાર્ક (SAARC) દેશોની બેઠકમાં પાકિસ્તાનના (Pakistan) પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran khan) સામેલ ન થયા. તેમની જગ્યાએ તેમના સ્વાસ્થ્ય મંત્રીનાં વિશેષ સહાયક જઝર મિર્ઝા હાજર રહ્યાં હતાં. તેમણે કોરોના વાયરસનાં બદલે કાશ્મીર (Kashmir) રાગ આલાપ્યો હતો. જે અંગે પાકિસ્તાનનાં પૂર્વ સાંસદે ઘણું સંભળાવ્યું.

પાકનાં પૂર્વ સાંસદ ફરહતુલ્લા બાબરે લખ્યું છે કે, 'સાર્કની બેઠકમાં પાકનાં વડાપ્રધાન સિવાય તમામ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હાજર રહ્યાં હતાં. શું ઇમરાન ખાને તે દાવો ન હતો કર્યો કે, ભારતનાં વડાપ્રધાન (PM Narendra Modi) એક પગલું આગળ લેશે તો તેઓ બે પગલા આગળ લેશે. તેઓ, ના સમજ, ગેરજવાબદાર અને પોતે કહે તેનાથી ઊંધું કરવાવાળા છે.'

નોંધનીય છે કે, કોરોના વાયરસના (Coronavirus) 1 લાખ કેસ સામે આવ્યા છે. જ્યારે પાંચ હજારથી પણ વધુ લોકો મોતનાં મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસ સામે (Coronavirus) લડવા સાર્ક દેશોને એકજૂથ કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન આ ખતરનાક વાયરસ સામેની લડાઇમાં સહયોગ આપવાને બદલે પોતાના બદઈરાદાઓને પાર પાડવામાં લાગ્યું છે.આ પણ વાંચો : જર્મનીમાં ફસાયા વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ, Coronavirusથી બચવા માટે 15 દિવસ સુધી ...

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા કોવિડ-19 ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે માટે ભારત તરફથી એક કરોડ અમેરિકન ડોલર આપવાની જાહેરાત પણ કરી હતી. આ રૂપિયાનો સાર્ક દેશોના સભ્યો જ્યારે જરૂર જણાય ત્યારે ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો : "19 વર્ષ ઉંમરથી આ માટે ટેક્સ ભરું છું?" કોરોના ટેસ્ટ માટેની હોસ્પિટલ જોઇ જાણીતી શેફે કહી આ વાત

પીએમ મોદીએ સાર્ક દેશો સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે WHOએ COVID- 19ને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. અત્યાર સુધી આપણા ક્ષેત્રોમાં 150થી ઓછા મામલા પ્રકાશમાં આવ્યા છે. આમ છતાં આપણે સચેત રહેવાની જરૂર છે. આપણે જેમ જેમ આ પડકાર સામે લડવા તૈયાર થઈ રહ્યા છે. હું તમને અત્યાર સુધીને વાયરસ સામે ભારતની લડાઈ અંગે વાત કરવા માંગુ છું. પરંતુ દહેશત નહીં પરંતુ તૈયાર એ અમારો માર્ગદર્શક મંત્ર રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ : 

 
First published: March 16, 2020, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading