Home /News /national-international /

26/11 અંગે આપેલા નિવેદનનો નવાઝ શરીફે કર્યો બચાવ, કહ્યું ‘હું સાચું બોલીશ’

26/11 અંગે આપેલા નિવેદનનો નવાઝ શરીફે કર્યો બચાવ, કહ્યું ‘હું સાચું બોલીશ’

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમાલોમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હોવાનું નિવેદન આપ્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમાલોમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હોવાનું નિવેદન આપ્યું હતું.

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમાલોમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હોવાનું નિવેદન આપ્યું હતું. આ અંગે તેમણે બચાવ કરતા કહ્યું હતું કે, ગમે તે પરિણામ આવે પરંતુ હું સાચું બોલીશ. તાજેતરમાં શરીફે પહેલીવાર એક ઇન્ટરવ્યૂમાં જાહેરમાં સ્વીકાર કહ્યો હતો કે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે. તેમણે સીમા પાર ભારતના મુંબઇ શહેરમાં જઇને લોકોને મોતને ઘાટ ઉતારવા અંગે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા.

    જોકે, નવાઝ શરીફના આ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો. આવી સ્થિતિમાં શરીફના નિવદેનને નકારવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ હાઇ લેવલ મિટિંગ બોલાવી છે. આ વિવાદને લઇને શરીફનું વલણ પણ પક્ષથી અલગ છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડોનમાં છપાયેલા એક લેખ પ્રમાણે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના અધ્યક્ષ શહબાઝ શરીફે રવિવારે કહ્યું હતું કે, રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓને પાર્ટી નકારી કાઢે છે. પછી ભલે તે પ્રત્યક્ષ રૂપમાં કરાયો હોય કે પરોક્ષ રૂપથી કરાયો હોય.

    ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફનો ઇન્ટરવ્યૂ શનિવારે છપાયો હતો. ત્યારબાદ તેમની પાર્ટીએ આ અંગે સ્પષ્ટીકરણ આપતા કહ્યું હતું કે, તેમની વાતોને ભારતીય મીડિયા ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. જોકે, સોમવારે નવાઝ શરીફે ફરી એકવાર પોતાના નિવેદનોને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, ગમે તે થાય તે સાચું બોલશે.

    નવાઝ શરીફે અફોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે લોકો પ્રશ્નો ઉઠાવે છે તેમને મીડિયા ગદ્દાર ઠેરવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 50,000 લોકોની કુર્બાની આપવા છતાં પણ દુનિયા અમારી સમસ્યાઓને ધ્યાનમાં કેમ નથી લેતી. કોઇપણ આ અંગે પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તેને ગદ્દાર ઠેરવવામાં આવે છે. શરીફે પાકિસ્તાની મીડિયા ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, મીડિયામાં મને ગદ્દાર ગણાવવમાં આવે છે પરંતુ મીડિયાને મને ગદ્દાર કહેવડાવામાં આવે છે. શું દેશ અને બંધારણને બરબાદ કરનારા એ દેશભક્ત છે ? શું જેમણે જજોને તેમની ઓફિસમાંથી બહાર કાઢ્યા એ દેશ ભક્ત છે ? ભલે મારે કોઇપણ પરિણામ ભોગવવું પડે પરંતુ હું સાચું બોલીશ.
    Published by:Ankit Patel
    First published:

    Tags: 2611-mumbai-attacks, Former-pak-pm-nawaz-sharif

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन