ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાર થયા બાદ પાકિસ્તાન ટીમ પર ચારેતરફથી માછલા ધોવાઇ રહ્યાં છે. લોકો પાકિસ્તાનની ટીમ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
પાકિસ્તાન ટીમનાં પૂર્વ ખેલાડી અને વિકેટ-કિપર કામરાન અકમલે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન પાસે માગણી કરી છે કે, હાલની પાકિસ્તાનની ટીમને પાઠ ભણાવવામાં આવે.
કામરાન અકમલે પાકિસ્તાન ક્રિકેટ ટિમનાં કેપ્ટન સરફરાજ એહમદની કપ્તાની સામે પણ સવાલો ઉઠાવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની મેચમાં ટોસ જીત્યા પછી પાકિસ્તાને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણય ખોટો હતો.
કામરાન અકમલે વડાપ્રધાન ઇમરાન ખાનને વિનંતી કરતા કહ્યું કે, ઇમરાન ખાન પોતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં પેટ્રોન છે અને તેમણે હાલની પાકિસ્તાનની ટીમ સામે પગલા ભરવા જોઇએ. પાકિસ્તાનમાં ઘણા ટેલેન્ટેડ ક્રિકેટરો છે તેમને તક મળવી જોઇએ. જો મેરિટનાં આધારે તેમની પસંદગી કરવામાં આવશે તો પાકિસ્તાનની ટીમ મજબૂત બનશે અને ટીમને એક નવી ઉંચાઇએ લઇ જશે,”.
આ પહેલા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એવી જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન ટીમની પસંદગી વિશે રિવ્યુ કરશે અને આ અંગે તેનો અહેવાલ રજૂ કરશે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર