મુંબઈઃ શિવસેના (Shiv Sena)ના કાર્યકર્તાઓ દ્વારા મારઝૂડનો શિકાર બનેલા પૂર્વ નેવી અધિકારી મદશ શર્મા (Madan Sharma)નો મામલો આગની જેમ ફેલાતો જઈ રહ્યો છે. મંગળવારે મદન શર્માએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat singh koshyari) સાથે મુલાકાત કરી. તેઓએ આ દરમિયાન તેમની સાથે થયેલી ઘટનાની જાણકારી રાજ્યપાલને આપી. સાથોસાથ તેઓએ સમગ્ર મામલામાં મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સરકારને બરતરફ કરવાની માંગ પણ કરી છે.
પૂર્વ નેવી અધિકારી મદન શર્માએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને જાણકારી આપી. તેઓએ કહ્યું કે, મેં રાજ્યપાલ સાથે મુલાકાત કરી. મેં તેમને સમગ્ર વિશે માહિતી આપી. આરોપીઓ પર જે કલમો લગાવવામાં આવી હતી, તે હળવી હતી. રાજ્યપાલે મને આશ્વસ્ત કર્યો છે કે તેઓ એક્શન લેશે. મેં તેમને મહારાષ્ટ્ર સરકારને બરતરફ કરવાની માંગ કરી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે. તેઓએ આશ્વસ્ત કર્યો છે કે તેઓ કેન્દ્ર સરકાર સાથે વાત કરશે.
From now on, I am with BJP-RSS. When I was beaten up, they had levelled allegations that I'm with BJP-RSS. So now I announce, that I am with BJP-RSS today onward: Madan Sharma, retired Navy officer who was beaten up allegedly by Shiv Sena workers in Mumbai, after meeting Governor pic.twitter.com/Z5SJ13X4NF
તેની સાથે જ તેઓએ કહ્યું કે, જ્યારે મારી પર હુમલો થયો તો તેઓએ આરોપ લગાવ્યો કે બીજેપી-આરએસએસનો હાથો છું. તેથી આજે હું જાહેરાત કરું છું કે હવેથી હું બીજેપી-આરએસએસની સાથે જ છું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટૂનને સોશિયલ મીડિયા પર કથિત રીતે શૅર કરવાને લઈ શિવસેનાના 6 કથિત કાર્યકર્તાઓ દ્વારા મારઝૂડ કરવાના મામલામાં નેવીના સેવાનિવૃત્ત અધિકારી મદન શર્મા માંગ કરી ચૂક્યા છે કે મુખ્યમંત્રી તેમના તરફથી દેશથી માફી માંગે. નેવીના સેવાનિવૃત્ત અધિકારી મદન શર્માએ તેની સાથે એમ પણ કહ્યું હતું કે જો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને કાયમ કરવામાં તેઓ અસમર્થ છે તો ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
નોંધનીય છે કે, લોખંડવાળા કોમ્પલેક્સ વિસ્તારમાં શુક્રવાર સવારે મદન શર્માની સાથે આ ઘટના બની હતી. આ મામલામાં 6 આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ શનિવારે તેમને જામીન આપવામાં આવ્યા હતા. આ દરમિયાન શર્માએ વિપક્ષી બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સમર્થન મળ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર