Home /News /national-international /Varanasi News: પૂર્વ મિસિસ ઇન્ડિયા અર્થ શ્વેતા ચૌધરી ફસાઈ મુસીબતમાં, 15 લાખ રૂપિયા છેરપિંડીનો આરોપ
Varanasi News: પૂર્વ મિસિસ ઇન્ડિયા અર્થ શ્વેતા ચૌધરી ફસાઈ મુસીબતમાં, 15 લાખ રૂપિયા છેરપિંડીનો આરોપ
શ્વેતા ચૌધરી 2017માં મિસિસ ઈન્ડિયા અર્થ રહી ચૂકી છે. (File Photo- Twitter)
Varanasi News: રાજીવ વર્માએ પૂર્વ મિસિસ અર્થ શ્વેતા ચૌધરી (Shweta Chaudhary) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. શ્વેતા ચૌધરી અને તેના પતિ અમિત વિરુદ્ધ આશરે 15 લાખ રૂપિયાનું દેવું ન ચૂકતું કરવા માટે અને પૈસા પાછા માંગતા ગાળાગાળી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વારાણસી. પૂર્વ મિસિસ ઈન્ડિયા અર્થ (Mrs India Earth) શ્વેતા ચૌધરી (Shweta Chaudhary) વિરુદ્ધ વારાણસી (Varanasi News) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. શ્વેતા ચૌધરી અને તેના પતિ અમિત વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. બંનેની સામે આશરે 15 લાખ રૂપિયાનું દેવું ન ચૂકતું કરવા માટે અને પૈસા પાછા માંગતા ગાળાગાળી કરવાનો આરોપ લાગ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ટીમને મલાડ (વેસ્ટ મુંબઈ)ના બાંગુર પોલીસ સ્ટેશનના રૂસ્તમજી એલાંજા માઇન્ડ સ્પેસ ખાતે શ્વેતા ચૌધરીના ઘરે મોકલવામાં આવશે. આ મામલો મંડુઆડીહ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલો છે જ્યાં કેસ નોંધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે શ્વેતા ચૌધરી અને તેમના પતિ એક ઈન્વેસ્ટમેન્ટ ફર્મના પ્રોપરાઈટર છે. વારાણસીના મીરા નગર કોલોની સ્થિત ચિત્રગુપ્ત રેસીડેન્સીના રહેવાસી રાજીવ વર્માએ આરોપ લગાવ્યો છે કે શ્વેતાએ ઉધાર લીધા બાદ બે લાખ 81 હજાર રૂપિયા પરત કર્યા નથી અને કુરિયર દ્વારા લાખો રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ મંગાવવા છતાં પણ તેની રકમ ચૂકવવામાં આવી નથી.
વર્માના કહેવા પ્રમાણે તેણે લલ્લા મૌર્ય નામના બિઝનેસમેન પાસેથી નવ લાખ 77 હજાર 508ની કિંમતની કાર્પેટ ઉધાર લઈને તથા ત્રણ લાખ 15 હજાર રૂપિયાની સાડી કુરિયર દ્વારા શ્વેતા ચૌધરીના સરનામે મોકલી હતી. આરોપ છે કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા અને ન તો મોકલવામાં આવેલા માલની કિંમત ચૂકવવામાં આવી.
પોલીસને ફરિયાદ આપતા તેણે જણાવ્યું કે જ્યારે તેણે પૈસા માંગ્યા તો તેના બદલામાં તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. પોલીસે તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત ન થઈ શકી. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં પોલીસની એક ટીમ અહીંથી મુંબઈ મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે શ્વેતા ચૌધરી 2017માં મિસિસ ઈન્ડિયા અર્થ રહી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર