ટ્રમ્પ પર પૂર્વ મોડલે લગાવ્યો યૌન શોષણનો આરોપ, કહ્યું - બળજબરીથી પકડી કિસ કરી લીધી હતી

News18 Gujarati
Updated: September 17, 2020, 7:15 PM IST
ટ્રમ્પ પર પૂર્વ મોડલે લગાવ્યો યૌન શોષણનો આરોપ, કહ્યું - બળજબરીથી પકડી કિસ કરી લીધી હતી
ટ્રમ્પ પર પૂર્વ મોડલે લગાવ્યો યૌન શોષણનો આરોપ, કહ્યું - બળજબરીથી પકડી કિસ કરી લીધી હતી

એમી ડોરિસે આરોપ લગાવ્યો છે કે 23 વર્ષ પહેલા ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન ટ્રમ્પે તેની સાથે બળજબરી કરી હતી

  • Share this:
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક પૂર્વ મોડલે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એમી ડોરિસે આરોપ લગાવ્યો છે કે 23 વર્ષ પહેલા ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન ટ્રમ્પે તેની સાથે બળજબરી કરી હતી. જોકે ટ્રમ્પે આ આરોપ ફગાવી દીધા છે. ટ્રમ્પના વકીલોએ દાવો કર્યો છે કે 3 નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા તેમની છાપ ખરાબ કરવાના ઇરાદાથી આ આરોપ લગાવવામાં આવ્યો છે.

એમી ડોરિસે કહ્યું કે તે સમયે તેના બોયફ્રેન્ડ રહેલા જેસન બિને તેની ટ્રમ્પ સાથે મુલાકાત કરાવી હતી. ધ ગાર્જિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોરિસે કહ્યું હતું કે મેચ દરમિયાન વીઆઇપી બોક્સમાં ટ્રમ્પે બળજબરીથી કિસ કરી હતી અને ઘણી જોરથી પકડી લીધી હતી. જ્યારે ટ્રમ્પને દૂર હટાવવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પકડ વધારે મજબૂત બનાવી હતી.

આ પણ વાંચો - ટ્રમ્પનો દાવો, ચીન પહેલા ઓક્ટોબરમાં જ અમેરિકાના લોકોને મળશે કોરોના વેક્સીન


ટ્રમ્પના વકીલોએ આ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ ક્યારેય તેનું ઉત્પીડન કે ખોટો વ્યવહાર કર્યો નથી. જો આમ થયું હોત તો વીઆઈપી બોક્સમાં હાજર રહેલા લોકોએ આ જોયું હોત. તે સમયે એમીના બોયફ્રેન્ડ રહેલા જેસન બિને તેના ઉપર કોઈ કોમેન્ટ કરી ન હતી. ચૂંટણી કેમ્પઇનને પ્રભાવી કરતા માટે આ આરોપ લગાવવામાં આવ્યો છે.
Published by: Ashish Goyal
First published: September 17, 2020, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading