મહારાષ્ટ્ર ATSના પૂર્વ ચીફ હિમાંશુ રોયનો ગોળી મારીને આપઘાત

News18 Gujarati
Updated: May 11, 2018, 3:23 PM IST
મહારાષ્ટ્ર ATSના પૂર્વ ચીફ હિમાંશુ રોયનો ગોળી મારીને આપઘાત

  • Share this:
મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ના પૂર્વ વડા હિમાંશુ રોયે આપઘાત કરી લીધો છે. તેમણે પોતાના લમણે ગોળી મારીને શુક્રવારે આપઘાત કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા. તેઓ 1988 બેચના આઈપીએસ અધિકારી હિમાંશુ રોય હાલમાં મહારાષ્ટ્રના એડીજી (એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) પદે નિયુક્ત હતા.

મળી રહેલી માહિતી પ્રમાણે રોય સુનીતિ બિલ્ડિંગના ચોથા માળે આવેલા પાતોના સરકારી નિવાસ્થાનેથી લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોયે પોતાના નિવાસ્થાને પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.

રોયે 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં વિંદૂ દારાસિંહની અટકાયત કરી હતી. આ ઉપરાંત જેડી હત્યાકાંડ, વિજય પાલાંડે, લૈલા ખાન ડબલ મર્ડર જેના અનેક મહત્વાના કેસને ઉકેલવામાં હિમાંશું રોયની મહત્વની ભૂમિકા રહી હતી.

હિમાંશુ રોય કોણ હતા?

- મુંબઈ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.- 1998ના બેંચના આઈપીએસ અધિકારી.
- નાશિક અને અહમદનગરમાં એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
- બાદમાં નાસિકમાં ડીસીપી ટ્રાફિક, ડીસીપી ઝોન 1 અને પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
- 2009માં તેઓ મુંબઈના જોઈન્ટ કમિશ્નર તરીકે નિમણૂક પામ્યા હતા.
- બાદમાં તેમનું પોસ્ટિંગ સાઇબર ક્રાઇમ સેલમાં થયું હતું.
- બાદમાં તેઓ મહારાષ્ટ્ર ATSvના ચીફ બન્યા હતા.
- હાલમાં તેઓ મહારાષ્ટ્ર પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
First published: May 11, 2018, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading