Home /News /national-international /યૌન ઉત્પીડન કેસ : CJI સામે 'ષડયંત્ર'ની તપાસ કરશે SCના પૂર્વ જજ પટનાયક

યૌન ઉત્પીડન કેસ : CJI સામે 'ષડયંત્ર'ની તપાસ કરશે SCના પૂર્વ જજ પટનાયક

રંજન ગોગોઇ (ફાઇલ ફોટો)

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેસન અને ઇન્ટેલિજન્સ બ્યૂરો તપાસમાં મદદ કરશે. તપાસ રિપોર્ટ બંધ કવરમાં કોર્ટને સોંપવામાં આવશે.

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ સામે 'ષડયંત્ર'ના કેસમાં તપાસના આદેશ કર્યા છે. આ માટે કોર્ટે ખાસ તપાસ ટીમની રચના કરી છે. આ ટીમનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એકે પટનાયક કરશે. આ સાથે જ કેસની તપાસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) તપાસમાં મદદ કરશે.

સુપ્રીમ કોર્ટે વકીલ બેન્સ તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામાની વિગતો બંધ કવરમાં પૂર્વ જસ્ટિસ પટનાયકને આપવાનો આદેશ કર્યો છે. વકીલ ઉત્સવ બેન્સ તરફથી કરવામાં આવેલા દાવા બાદ સુપ્રીમ કોર્ટે આ આદેશ કર્યો છે. ઉત્સવે સોગંદનામું દાખલ કરતા કહ્યું કે કોર્પોરેટ દુનિયાના વ્યક્તિઓ તેમજ અમુક ફિક્સરો ચીફ જસ્ટિસને ખોટા આરોપોમાં ફસાવવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે.

સોગંદનામામાં બેન્સે દાવો કર્યો કે ગોગોઈ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવનારી પૂર્વ મહિલા કર્મચારીનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમજ સીજેઆઈ વિરુદ્ધ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે તેમને દોઢ કરોડ આપવાની લાલચ આપવામાં આવી હતી. જે બાદમાં મંગળવારે સુપ્રીમ કોર્ટે બેન્સને નોટિસ આપીને પોતાના દાવાના સમર્થનમાં બંધ કવરમાં વિગતો આપવાનો આદેશ કર્યો હતો.

સુનાવણી દરમિયાન ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે ઉત્સવ બેન્સના મોટા ષડયંત્રના દાવા અને CJIના વિરુદ્ધ યૌન ઉત્પીડનની આતંરિક તપાસના આદેશ વચ્ચે કોઈ સંબંધ નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટે CJIને ફસાવવાના ષડયંત્રના દાવા પર અરજીની સુનાવણી કરતા CBI અને IBને વડા તેમજ દિલ્હી પોલીસ કમિશ્નરને બપોરે બે વાગ્યે જજોની ચેમ્બરમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો.
First published:

Tags: CJI, Ranjan gogoi, Sc, Supreme Court

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો