6 મહિનાથી નજરકેદ ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીની વિરુદ્ધ હવે લાગ્યો પબ્લિક સેફ્ટી એક્ટ

6 મહિનાથી નજરકેદ ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીની વિરુદ્ધ હવે લાગ્યો પબ્લિક સેફ્ટી એક્ટ
જમ્મુ-કાશ્મીરના આ બંને પૂર્વ મુખ્યમંત્રી ગયા વર્ષે 5 ઑગસ્ટથી જ નજરકેદ છે

જમ્મુ-કાશ્મીરના આ બંને પૂર્વ મુખ્યમંત્રી ગયા વર્ષે 5 ઑગસ્ટથી જ નજરકેદ છે

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રીઓ મહબૂબા મુફ્તી (Mahbooba Mufti) અને ઉમર અબ્દુલ્લા (Omar Abdullah) સહિત નેશનલ કોન્ફરન્સ અને તેના પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના બે કદાવર નેતાઓની વિરુદ્ધ ગુરુવારે પ્રશાસને જન સુરક્ષા કાયદા હેઠળ કેસ નોંધ્યા છે.

  બંને પૂર્વ મુખ્યમંત્રી ગયા વર્ષે 5 ઑગસ્ટથી જ નજરકેદ છે અને ગુરુવારે અધિકારીઓએ પોલીસની હાજરીમાં મેજિસ્ટ્રેટે એ બંગલામાં જઈને મહબૂબાને આદેશ સોંપ્યો જ્યાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે. બાદમાં અધિકારીઓએ જણાવ્યું કે ઉમર અબ્દુલ્લાની વિરુદ્ધ પણ પીએસએ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

  આ કાયદા હેઠળ કોઈ પણ આરોપીને અન્ય કોઈ આરોપ કે પછી ટ્રાયલના બે વર્ષ સુધી કસ્ટડમાં રાખી શકાય છે. આ કાયદા હેઠળ આરોપી વ્યક્તિને વોરન્ટ વગર, કોઈ વિશેષ ગુના માટે આરોપી ન હોવા છતાંય કોઈ સમયસીમા વગર અટકાયત કે ધરપકડ કરીને રાખી શકાય છે. નોંધનીય છે કે ઉમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લાને પહેલાથી જ આ કાયદા હેઠળ નજરકેદ કરીને રાખવામાં આવ્યા છે.

  મોહમ્મદ સાગર ઉપર પણ PSA હેઠળ કેસ નોંધાયો

  નેશનલ કોન્ફરન્સના મહાસચિવ અને પૂર્વ મંત્રી મોહમ્મદ સાગરને પ્રશાસને પીએસએ નોટિસ ફટકારી. આ પ્રકારે પીડીપીના નેતા સરતાજ મદનીની વિરુદ્ધ પણ પીએસએ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. મદની મહબૂબા મુફ્તીના મામા છે. સાગર અને મદની બંનેને કેન્દ્ર સરકાર દ્વારા 5 ઑગસ્ટ બાદ રાજ્યના નેતાઓ પર કરવામાં આવેલી કાર્યવાહી હેઠળ નજરકેદ કરવામાં આવ્યા હતા.

  આ નોટિસ મળ્યા બાદ મહબૂબા મુફ્તીએ ટ્વિટર એકાઉન્ટ જે તેમની દીકરી ઈલ્તિજા સંભાળે છે, તેના દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે - મહબૂબા મુફ્તીએ હજુ એક PSA આર્ડર રિસીવ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી પર PSA જેવા કાયદા હેઠળ કેસ નોંધનારી આ તાનાશાહ સરકાર પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય જે કર્ણાટકમાં 9 વર્ષના બાળકો પર રાજદ્રોહનો કેસ નોંધી શકે છે. સવાલ એ છે કે આપણે સૌ ક્યાં સુધી તમાશો જોતા રહીશું અને આ લોકો દરેક વસ્તુને બરબાદ કરી દેશે જેના માટે આ દેશ બન્યો હતો.

  5 ઑગસ્ટે કેન્દ્રે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની સાથે જ તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. આ નેતાઓની 6 મહિનાની તકેદારીના ભાગ રૂપે નજરકેદની અવધિ ગુરુવારે ખતમ થઈ રહી હતી. આ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય બશીર અહમદ વીરીની વિરુદ્ધ પણ પીએસએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને મળ્યું પહેલું દાન, મોદી સરકારે આપ્યો એક રૂપિયો
  Published by:News18 Gujarati
  First published:February 07, 2020, 08:16 am

  ટૉપ ન્યૂઝ