IITના 50 પૂર્વ વિદ્યાર્થીઓએ બનાવ્યો રાજકીય પક્ષ, બિહાર ચૂંટણીથી કરશે શ્રીગણેશ

દેશની પ્રસિદ્ધ ઇન્ડિયન ઇસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)ના 50 પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રૃપે પોતાની નોકરીઓ છોડીને એક રાજકીય પાર્ટી બનાવી છે.

દેશની પ્રસિદ્ધ ઇન્ડિયન ઇસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)ના 50 પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રૃપે પોતાની નોકરીઓ છોડીને એક રાજકીય પાર્ટી બનાવી છે.

  • Share this:
    દેશની પ્રસિદ્ધ ઇન્ડિયન ઇસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)ના 50 પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રૃપે પોતાની નોકરીઓ છોડીને એક રાજકીય પાર્ટી બનાવી છે. ચૂંટણીપંચની મંજૂરીની રાહ જોનારા આ ગ્રૃપે રાજકીય પક્ષનું નામ ‘બહુજન આઝાદ પાર્ટી’ રાખ્યું છે. તેમના પ્રમાણે અનુસુચિત જાતીઓ (એસસી), અનુસૂચિત જનજાતિયો (એસટી) અને અન્ય પછાત વર્ષો (ઓબીસી)ના અધિકારોના લડવા માટે આ પગલું ભર્યું છે.

    આ જૂથના નેતૃત્વકર્તા અને વર્ષ 2015માં આઇઆઈટી દિલ્હીમાં ગ્રેજ્યુએટ નવીન કુમારના જણાવ્યા પ્રમાણે અમારુ 50 લોકોનું જૂથ છે. બધા અલગ-અલગ આઈઆઈટીના છે. જેમણે પક્ષમાં કામ કરવા માટે પોતાની ફૂલ ટાઇમ નોકરીઓ છોડી દીધી છે. અમે મંજૂરી માટે ચૂંટણીપંચમાં અરજી કરી છે. આ દરમિયાન થે ગ્રાઉન્ડ વર્ક ચાલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેનું ધ્યેય 2019ની લોકસભા ચૂંટણી લડવાનું નથી.



    કુમારે કહ્યું હતું કે, અમે ઉતાવળમાં કોઇ કામ કરવા નહીં ઇચ્છતા. અમારે મોટી મહત્વાકાંક્ષા વાળું નાનું સંગઠન બનીને નથી રહેવું. અમે 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીથી શરૂઆત કરીશું. ત્યારબાદ આગામી લોકસભા ચૂંટણીનું લક્ષ્ય નક્કી કરશે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકવાર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમે પાર્ટીના નાના એકમો બનાવીશું. અમે નક્કી કરેલા લોકોના સમૂહ માટે જમીની સ્તર ઉપર કામ કરવાનું શરૂ કરીશું. અમે પોતાને કોઇ રાજકીય પાર્ટી કે વિચારધારાની પ્રતિદ્વધી તરીક રજૂ કરવા નથી ઇચ્છતા.
    Published by:Ankit Patel
    First published: