પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત ખરાબ, AIIMSમાં દાખલ કરાયા

News18 Gujarati
Updated: August 9, 2019, 8:50 PM IST
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત ખરાબ, AIIMSમાં દાખલ કરાયા
ફાઇલ તસવીર: અરુણ જેટલી

  • Share this:
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અરુણ જેટલી શુક્રવારે રાતે AIIMSમાં ભરતી કરવામાં આવ્યા. છાતીમાં કાર્ડિએકની ફરિયાદ બાદ તેઓએ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયત હાલ સામાન્ય છે. ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન મોદીઅને  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એઇમ્સ પહોંચ્યા હતા.આ સિવાય ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહ્યાં હતા.

છેલ્લા કેટલાક સમયથી અરુણ જેટલી કિડની સંબંધિત બીમારીનો ઇલાચ ચાલી રહ્યો હતો. નાદુરુસ્ત તબિયતના કારણે તેઓએ વર્ષ 2019માં કેબિનેટમાં ફરી નાણામંત્રીનું કામ સ્વીકારવાની મનાઇ કરી હતી.

એઇમ્સના ડોક્ટરો દ્વારા મીડિયા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો


જેટલીનું સપ્ટેમ્બર 2014માં બેરિએટ્રિક ઓપરેશન થયું હતું. લાંબા સમયથી ડાયાબિટિસના કારણે વજન વધવાની સમસ્યાના નિદાન માટે તેઓએ આ ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન પહેલા મેક્સ હોસ્પિટલમાં થયું હતું પરંતુ બાદમાં થોડી સમસ્યાને કારણે તેઓને એઇમ્સમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. કેટલાક વર્ષો પહેલા તેઓને હ્યદયનું ઓપરેશન પણ કરાવ્યું હતું.
First published: August 9, 2019, 8:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading