અરૂણ જેટલીના પરિવારે પૅન્શન લેવાનો ઇન્કાર કર્યો, જણાવ્યું આ કારણ

News18 Gujarati
Updated: October 1, 2019, 10:35 AM IST
અરૂણ જેટલીના પરિવારે પૅન્શન લેવાનો ઇન્કાર કર્યો, જણાવ્યું આ કારણ
અરૂણ જેટલીનું 24 ઑગસ્ટે નિધન થયું હતું. (ફાઇલ તસવીર)

અરૂણ જેટલીના પત્નીએ વેંકૈયા નાયડૂને પત્ર લખી પૅન્શન જરૂરિયાતવાળા કર્મચારીઓ માટે દાન કરવાની રજૂઆત કરી

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી (Arun Jaitley)ના પરિવારે તેમના મૃત્યુ બાદ મળનારું પૅન્શન દાન કરી દીધું છે. દિવંગત નેતાની પત્ની સંગીતા જેટલીએ આ વિશે રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)ને પત્ર લખ્યો છે. સંગીતા જેટલીએ પોતાના પતિનું પૅન્શન એ કર્મચારીઓને દાન કરવા માટે કહ્યું છે જેમનો પગાર ઓછો છે. જેટલી પરિવારના નિર્ણય બાદ હવે તેમનું પૅન્શન રાજ્યસભાના ઓછા પગારવાળા કર્મચારીઓને આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે, પૅન્શન રૂપે પરિવારને વાર્ષિક લગભગ 3 લાખ રૂપિયા મળતા.

અરૂણ જેટલીના પરિવારમાં પત્ની સંગીતા જેટલી ઉપરાંત દીકરી સોનાલી અને બહેન રોહન છે. આ બંને પોતાના પિતાની જેમ વકીલ છે. વકીલાતમાં આ જેટલી પરિવારની ત્રીજી પેઢી છે. અરૂણ જેટલી વકીલાત અને રાજનેતાની સાથોસાથ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ના અધ્યક્ષ પણ રહ્યા.

અરૂણ જેટલીનું નિધન ક્યારે થયું હતું?

ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાણા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 24 ઑગસ્ટે દિલ્હીની એઇમસમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. જેટલી ઘણા લાંબા સમયથી એક પછી એક બીમારીથી લડી રહ્યા હતા. તેના કારણે જ લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ પીએમ મોદી (Narendra Modi)ને પત્ર લખી કેબિનેટમાં સામેલ ન કરવાની વિનંતી કરી હતી.

જેટલી ઘણાં લાંબા સમયથી એક પછી એક બીમારીઓ સામે લડી રહ્યા હતા. (ફાઇલ તસવીર)


સાંસદોને કેટલું પૅન્શન મળે છે?વર્ષ 2010માં થયેલા સંશોધન મુજબ, સંસદથી નિવૃત્તિ બાદ સભ્યોને 20 હજાર રૂપિયા પ્રતિ માસ પૅન્શન મળે છે. સાથોસાથ તેમના કાર્યકાળના એક વર્ષના આધારે 1500 રૂપિયા વધારાના મળે છે. ખાસ વાત એ છે કે પૅન્શન દરેક સભ્યને મળે છે, ભલે તેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હોય કે નહીં. આ ઉપરાંત કોઈ પણ પૂર્વ સાંસદના નિધન બાદ તેમના પતિ કે પત્નીને પૅન્શનનો અડધો હિસ્સો આપવામાં આવે છે.

આ પણ વાંચો,

વિદ્યાર્થી રાજકારણથી નાણા મંત્રાલય સુધી : આવી રહી અરુણ જેટલીની સફર
જ્યારે અરૂણ જેટલીએ પરમાણુ બિલ પર મનમોહન સરકારની કરી હતી મદદ
First published: October 1, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading