પૂર્વ નાણા મંત્રી અને ભાજપના સીનિયર નેતા અરુણ જેટલીને શુક્રવારે દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જેટલીની હાલત સ્થિર હોવાના અહેવાલ છે જોકે તેઓ હજુ પણ આઈસીયૂમાં જ છે. શનિવાર સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીને મળવા માટે પહોંચ્યા. આ પહેલા શુક્રવાર મોડી સાંજે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ જેટલીને મળવા માટે એઇમ્સ પહોંચ્યા હતા.
મળતા અહેવાલ મુજબ, જેટલીને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થતાં શુક્રવાર સવારે 11 વાગ્યે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેટલીને કિડની સંબંધિત સમસ્યાઓ અને કેટલાક સંક્રમણોની સારવાર ચાલી રહી હતી. જોકે, તેઓએ બીમારીની વિસ્તૃત જાણકારી નહોતી આપી.
Hon’ble Vice President, Shri Venkaiah Naidu Visited AIIMS & enquired about the health of Shri Arun Jaitley with the team of doctors attending on the former Union Finance Minister. #ArunJaitley
નોંધનીય છે કે, જેટલીનું સપ્ટેમ્બર 2014માં બેરિએટ્રિક ઓપરેશન થયું હતું. લાંબા સમયથી ડાયાબિટિસના કારણે વજન વધવાની સમસ્યાના નિદાન માટે તેઓએ આ ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન પહેલા મેક્સ હોસ્પિટલમાં થયું હતું પરંતુ બાદમાં થોડી સમસ્યાને કારણે તેઓને એઇમ્સમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. કેટલાક વર્ષો પહેલા તેઓને હ્યદયનું ઓપરેશન પણ કરાવ્યું હતું.