Home /News /national-international /Crime News: પૂર્વ DIGની BJP નેતાની પુત્રવધૂએ ઘરમાં કરી આત્મહત્યા, પતિ લાપતા

Crime News: પૂર્વ DIGની BJP નેતાની પુત્રવધૂએ ઘરમાં કરી આત્મહત્યા, પતિ લાપતા

મૃતક મહિલા નેતાની તસવીર

Uttar Pradesh Crime News: ભાજપના વરિષ્ઠ નેતા (BJP leader) અને જિલ્લા પંચાયત (Jilla panchayat) સભ્ય શ્વેતા સિંહ ગૌરનો મૃતદેહ તેના જ ઘરમાં લટકતો મળી આવ્યો હતો.

    અંકિત ત્રિપાઠી, બાંદાઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બાંદા શહેરના કોતવાલી વિસ્તારમાં સ્થિત ઈન્દિરા નગર વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતા (BJP leader) અને જિલ્લા પંચાયત (Jilla panchayat) સભ્ય શ્વેતા સિંહ ગૌરનો મૃતદેહ તેના જ ઘરમાં લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે (Police) ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

    ઘટના બાદ સ્વેતા સિંહના પતિ અને બીજેપી નેતા (BJP leader) દીપક સિંહ ગૌર પણ ગુમ છે. દીપક સિંહના ગુમ થવાને કારણે મામલો વધુ વેગ પકડી રહ્યો છે. હાલમાં આ ઘટના બાદ શ્વેતા સિંહના મામા અને સાસરિયા પક્ષની કોઈપણ વ્યક્તિ મીડિયા (Media) સાથે વાત કરવાનું ટાળી રહી છે.

    મળતી માહિતી મુજબ શ્વેતા સિંહ એક સામાન્ય પરિવારની હતી. પૂર્વ ડીઆઈજી રાજ બહાદુર સિંહના પુત્ર દીપક સિંહ ગૌર સાથે લગ્ન કર્યા હતા. બાંદાની રાજનીતિમાં સારી પકડ ધરાવતા દીપક સિંહે શ્વેતા સિંહને પણ રાજનીતિમાં લાવ્યાં હતા. ત્યારબાદ બંને જિલ્લાના વરિષ્ઠ નેતાઓમાં જાણીતા થયા હતા. શ્વેતા સિંહને બે દીકરીઓ છે. તે લાંબા સમયથી ઈન્દિરા નગરમાં રહેતી હતી.

    આ પણ વાંચોઃ-Ahmedabad : બર્થડે સેલિબ્રેશનમાં યુવકે ફસાવી યુવતીને હોટલ અને ઓફિસમાં લઈ જઈ કર્યું દુષ્કર્મ

    આ ઘટના અંગે માહિતી આપતા બાંદાના એસપી અભિનંદન સિંહે જણાવ્યું કે, સ્વેતા સિંહના ફાંસી અંગેની માહિતી મળતા જ પોલીસે લાશનો કબજો લઈને ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. જેના કારણે આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. શ્વેતા સિંહના પતિ દીપક સિંહ ગૌર અહીં નથી અને મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ ફરીએકવાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઈડ નોટ લખાવી ઝેરી પીવડાવ્યું

    આ ઘટના વિશે માહિતી આપતા બાંદાના એસપી અભિનંદન સિંહે જણાવ્યું કે, સ્વેતા સિંહના ફાંસી અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહનો કબજો લઈને તપાસ શરૂ કરી. રૂમ અંદરથી બંધ હતો, જેના કારણે આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. શ્વેતા સિંહના પતિ દીપક સિંહ ગૌર અહીં નથી અને મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Commited suicide, Crime news, ​​Uttar Pradesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन