દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે

News18 Gujarati
Updated: July 20, 2019, 6:49 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.

સૂત્રો અનુસાર, શિલા દિક્ષિતનું નિધન હૃદય રોગના હુમલાના કારણે થયું છે. તેમની સારવાર દિલ્હીના એક્સકોર્ટ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

શિલા દિક્ષિત ડિસેમ્બર 1998થી ડિસેમ્બર 2013 સુધી દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. મુખ્યમંત્રી રહ્યા બાદ શિલા દિક્ષિત કેરળના રાજ્યપાલ પણ રહી ચુક્યા હતા.

વર્તમાનમાં શિલા દિક્ષિત દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હતા. તે લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તે દિલ્હીના બીજા મહિલા મુખ્યમંત્રી હતી. 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

શિલા દિક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. તે આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેમને ભાજપાના નેતા મનોજ તિવારીએ હરાવી દીધા હતા. નિધનના થોડા દિવસ પહેલા સુધી તે રાજનિતીમાં સક્રિય રહ્યા. હાલમાં જ તેમણે દિલ્હીના કેટલાક જીલ્લામાં નવા જીલ્લાધ્યક્ષોની નિયુક્તિ કરી હતી.
First published: July 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...