Home /News /national-international /

પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળ્યા, POKના રાષ્ટ્રપતિની જોડે બેઠા સિદ્ધુ

પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળ્યા, POKના રાષ્ટ્રપતિની જોડે બેઠા સિદ્ધુ

પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળતા નવજોત સિંહ સિદ્ધુ

ઈમરાન ખાને પોતાના સાથી પૂર્વ ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિદ્ધુને નિમંત્રણ મોકલ્યું હતું. આ ત્રણમાંથી માત્ર સિદ્ધુ જ પાકિસ્તાન ગયા.

    ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાન પહોંચેલા પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથ ગ્રહણ કરતા વધારે ચર્ચા આ વીડિયોની થઈ રહી છે. ઈસ્લામાબાદમાં નવજોત સિંહ સિદ્ધૂ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે હર્ષભેર ગળે મળી રહ્યા છે.

    પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાની ગણતરી એવા સૈન્ય અધિકારીઓમાં થાય છે, જે હંમેશા કાશ્મીરને લઈ ઉગ્ર વલણ જાહેર કરતા રહે છે. જોકે, ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં નવજોત સિદ્ધુ એ બધુ ભૂલી ગયા, જે અંદાજમાં જનરલ બાજવાને તે ગળે મળી રહ્યા છે, તેને લઈ કેટલાએ લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે.



    એટલું જ નહી શપથ ગ્રહણ સમારોહ દરમ્યાન નવજોત સિંહ સિદ્ધુ પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)ના પ્રેસિડેન્ટ મસૂદ ખાનની બાજુની સીટ પર બેઠેલા જોવા મળ્યા.

    જેવો આ વીડિયો સામે આવ્યો, લોકોએ સોશિયલ મીડિયા પર નવજોત સિંહ સિદ્ધુને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. ટ્વિટર પર કેટલાક લોકો તો તેમનો પાસપોર્ટ રદ કરવાની માંગ કરી રહ્યા છે, તે કેટલાક તેમને દેશદ્રોહી કહી રહ્યા છે.



    સિદ્ધુના આ પગલાથી કોંગ્રેસ અસ્વસ્થ
    સિદ્ધુના પાકિસ્તાન જવા પર કોંગ્રેસ પણ રાજી નથી જોવા મળી રહી. કોંગ્રેસ પ્રવક્તા રાશીદ અલ્વીએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો તે મારી પાસે સલાહ લેતા તો હું તેમને પાકિસ્તાન જવા માટેની ના પાડી હોત. તે મિત્રતાના કારણે ગયા છે, પરંતુ મિત્રતા દેશ કરતા મોટી ન હોઈ શકે. બોર્ડર પર આપણા જવાન મારી નાખવામાં આવી રહ્યા છે. તેવા સમયે સિદ્ધુ દ્વારા પાકિસ્તાન સેના પ્રમુખને ગળે મળવું ખોટો સંદેશ આપી રહ્યો છે. ભારત સરકારે તેમને પાકિસ્તાન જવાની પરવાનગી આપવાની જરૂરત ન હતી.

    તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાને પોતાના સાથી પૂર્વ ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિદ્ધુને નિમંત્રણ મોકલ્યું હતું. આ ત્રણમાંથી માત્ર સિદ્ધુ જ પાકિસ્તાન ગયા. જ્યારે સુનિલ ગાવસ્કર અને કપિલ દેવે પર્સનલ કારણ આગળધરી આ કાર્યક્રમમાં જવા પર અસમર્થતા બતાવી હતી.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર