ગૌતમ ગંભીર બીજેપીમાં જોડાયો, કહ્યું- 'પીએમ મોદીના વિઝનથી પ્રભાવિત છું'

ગૌતમ ગંભીર બીજેપીમાં જોડાયો, કહ્યું- 'પીએમ મોદીના વિઝનથી પ્રભાવિત છું'
ન્યૂઝ18 ક્રિએટિવ

નવી દિલ્હી લોકસભા સીટ જનસંઘના સમયથી જ બીજેપીનો ગઢ રહી છે, તેથી તેની પર સૌની નજર છે

 • Share this:
  ક્રિકેટર ગૌતમ ગંભીર આજે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન બીજેપીમાં સામેલ થયો છે. ગૌતમ ગંભીરે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અરૂણ જેટલીની હાજરીમાં બીજેપીમાં પ્રવેશ કર્યો છે. બીજેપીમાં જોડાયા બાદ ગંભીરે જણાવ્યું કે, હું નરેન્દ્ર મોદીના વિજનથી પ્રભાવિત થઈને બીજેપીમાં જોડાયો છું. આ પ્લેટફોર્મ સાથે જોડાવાને લઈ હું ગર્વ અનુભવું છું. ગંભીરના નિકટતમ લોકોએ પણ થોડા દિવસો પહેલા એવા સંકેત આપ્યા હતા કે તે નવી દિલ્હીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે.

  નોંધનીય છે કે, નવી દિલ્હી લોકસભા ક્ષેત્ર જનસંઘના સમયથી જ બીજેપીનો ગઢ રહી છે. તેથી પાર્ટીના અનેક સિનિયર નેતાઓ તથા કેન્દ્રીય મંત્રીઓની ઈચ્છા આ સીટ પરથી ચૂંટણી લડવાની છે. આ સીટના વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીની દાવેદારીન સાથે દોડમાં ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.  ગયા વર્ષે ગંભીરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તે એક એવો ક્રિકેટર છે જે પોતાના મંતવ્યોને લઈને જાણીતો છે. ખાસ કરીને દેશમાં આતંકવાદની વિરુદ્ધ ગંભીરે હંમેશા પોતાનો મત રજૂ કર્યો છે. તેણે સેનાને આર્થિક મદદ કરવા માટે પણ પહેલ કરી છે.

  આ પણ વાંચો, લોકસભા ચૂંટણી : શું PM નરેન્દ્ર મોદી આ વખતે પ્રિતમ મુંડેનો રેકોર્ડ તોડશે?

  ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સાતેય લોકસભા સીટો પર 12 મેના રોજ મતદાન થવાનું છે. પરંતુ આમ આદમી પાર્ટી બાદ બીજેપી પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જેથી ઉમેદવારોને પ્રચાર કરવાનો વધુ સમય મળે.

  ગયા વર્ષે ગંભીરે પ્રદૂષણના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન પણ સાધ્યું હતું. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે તમારા ખોટા વાયદાના કારણે અમારી પેઢીઓ ધુમાડામાં જીવવા મજબૂર છે.

  આ પણ વાંચો, રાફેલ વિવાદ પર માયાવતીનો વાર, કહ્યું- શું દેશને આવા ચોકીદાર જોઈએ?

  ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે આગામી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે તો તેણે કહ્યું હતું કે, બિલકુલ નહીં. તેણે કહ્યું હતું કે, આ પ્રકારની અટકળો મેં પણ સાંભળી છે, એવું એટલા માટે છે કારણ કે હું સામાજિક મુદ્દાઓ પર સવાલ ઊભા કરું છું. મારા માટે ટ્વિટર હંમેશા એવું મંચ રહ્યું છે જે ઘણું મહત્વપૂર્ણ છે અને જ્યાં હું સામાજિક મુદ્દાઓ ઉઠાવી શકું છું. દિલ્હીમાં જન્મેલા ગંભીર ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર રહ્યા છે. તે ટીમ ઈન્ડિયા માટે 58 ટેસ્ટ અને 147 વનડે રમી ચૂક્યો છે. 37 વર્ષીય ગંભીર ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનમો સભ્ય પણ રહી ચૂક્યો છે.
  First published:March 22, 2019, 12:00 pm