જયપુર : રાજસ્થાન (Rajasthan)માં ચાલી રહેલા રાજનીતિક ઘમાસાન અટકવાનું નામ લેતું નથી. રાજ્યની રાજનીતિક હલચલ પર બીજેપીની ખાસ નજર છે. સૂત્રોના મતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) બુધવારે જયપુર જઈ શકે છે. ત્યાં બીજેપીના ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે સવારે 11 વાગે બીજેપી ધારાસભ્યોની બેઠકમાં તે ઉપસ્થિત રહેશે. રાજનીતિક ખેંચતાણ વચ્ચે હવે મંત્રીમંડળ વિસ્તારની પ્રક્રિયા ઝડપી બની છે. સચિન પાયલટ (Sachin Pilot)ડિપ્ટી સીએમના પદથી હટ્યા પછી હવે મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)પોતાના હિસાબથી ટીમ તૈયાર કરી શકે છે. માનવામાં આવે છે કે હવે સીએમ ગેહલોતને પોતાની ટીમ પસંદ કરવામાં ફ્રી હેન્ડ ઓથોરિટી રહેશે. ગુર્જર ધારાસભ્યોને મંત્રી બનાવીને પાયલટ ઇફેક્ટને બેલેન્સ કરવામાં આવી શકે છે.
રાજસ્થાન ઘટનાક્રમ પર કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat)મોટું નિવેદન આપતા કહ્યું હતું કે કોઈપણ જનાધાર વાળો વ્યક્તિ પાર્ટીમાં આવે તો સારું જ છે. આજે અમારો પરિવાર એટલો મોટો થઈ ગયો છે કે જો કોઈ આવે છે તો સ્વાગત થશે. આજે રાજસ્થાનના સીએમ પોતાની યોજનામાં સફળ થયા છે. બોલિવુડમાં ટ્રેન્ડ છે કે જો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને લાગે કે તે ફિલ્મ નહીં ચાલે શકે તો કોઈ પ્રોપેગેન્ડા લાગે છે. આ જ રાજસ્થાનમાં થયું છે. જનતાના મામલામાં સરકાર નિષ્ફળ રહી છે.
બીજી તરફ સચિન પાયલટને ગેહલોત સરકારે વધુ એક ઝટકો આપ્યો છે. સરકાર સચિન પાયલટની ઝેડ શ્રેણીની સુરક્ષા પાછી લઈ શકે છે. ડિપ્ટી સીએમની ખુરશી જતા જ સરકાર ઝેડ શ્રેણીની સુરક્ષા પાછી લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ નિર્ણય મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં ગઠિત કમિટી કરશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર