કરૂણાનિધિએ લીધી ચિર વિદાય, રાજ્યમાં અઠવાડિયાનો શોક જાહેર

News18 Gujarati
Updated: August 8, 2018, 12:04 AM IST
કરૂણાનિધિએ લીધી ચિર વિદાય, રાજ્યમાં અઠવાડિયાનો શોક જાહેર
ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી સારવાર લઇ રહેલા ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિનું નિધન થયું છે.

ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી સારવાર લઇ રહેલા ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિનું નિધન થયું છે.

  • Share this:
ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી સારવાર લઇ રહેલા ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિનું નિધન થયું છે. પાંચ વખત તમિનલાડુના મુખ્યમંત્રી રહેલા કરુણાનિધિની તબિયત વધારે બગડતા તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. કાવેરી હોસ્પિટલના નિવેદનામાં જણાવ્યું હતું કે, સાંજે 06 વાગીને દસ મીનિટે તેમને અંતિમ શ્વાસ છોડ્યા. હોસ્પિટલ તરફથી આપેલા નિવેદનમાં જણાવ્યું કે 94 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિને ડોક્ટર્સ અને નર્સએ બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી પરંતુ  તેમને બચાવી શકાયા નહી. તેમના કેટલાક જરૂરી અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, તેઓ સતત લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

કરૂણાનિધિએ ચિર વિદાય લેતા તેમના દુખમાં અઠવાડિયા માટે શોકની જાહેરાત કરવામાં આવી છે. આ વચ્ચે કરૂણાનિધિના અંતિમ સંસ્કારને લઈને પણ વિવાદ ઉભો થયો છે. તમિલનાડૂ સરકારે મરીના બીચ પર કરૂણાનિધિના અંતિમ સંસ્કાર કરવાની પરવાનંગી આપવાની ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ગુંડીમાં જગ્યા આપી છે.

કરુણાનિધિના નિધનથી સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કરુણાનિધિના સમર્થકોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગી હતી. સમર્થકોને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલી કાફલો પણ હોસ્પિટલ બહાર જોવા મળી રહ્યો છે.

આ પહેલા કાવેરી હોસ્પિટલે નિવેદન આપ્યું હતું કે, ડીએમકે અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કરુણાનિધિની તબીયત ખાબ છે. વધારે ઉંમર હોવાના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગોની કાર્યક્ષતા બનાવી રાખવું મુશ્કેલ બની રહ્યું હતું. હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર અરવિંદ સેલ્વારાજે કહ્યું કે, દ્રમુક અધ્યક્ષના સ્વાસ્થ્યનું સતત અલવોકન કરવામાં આવી રહ્યું હતું. કરુણાનિધિને બ્લડ પ્રેશની સમસ્યા થયા બાદ 28 જુલાઇએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ પ્રેશરની સમસ્યાતો કંટ્રોલમાં આવી ગઇ હતી. પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓ હોસ્પિટલ જઇને કરૂણાનિધિના ખબરઅંતર પૂછી ચુક્યા છે.
પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિની જિંદગી બીજા કરતા અલગ તરી આવે છે. 14 વર્ષની ઉંમરમાં જ અભ્યાસ છોડીને કરુણાનિધિએ રાજકિય દુનિયામાં એન્ટ્રી કરી હતી. "હિન્દી હટાવો" આંદોલન કર્યાબાદ તેમની જિંદગી બદલાઇ હતી. હિન્દી વિરોધ આંદોલન બાદ કરુણાનિધિ નાટક, સમાચાર પત્ર અને ફિલ્મો માટે લખવા લાગ્યા. તેમની આ કલાના કારણે તેમને અન્નાદુરાઇએ તેમને પાર્ટીની પત્રિકા કુદિયારાસુને સંપાદક બનાવાયા. ત્યારબાદ કરુણાનિધિએ અન્નાદુરાઇનો હાથ પકડી લીધો પછી ક્યારે પાછળવળીને જોયું જ નહીં.

60 વર્ષના રાજકીય કરિયરમાં કરુણાનિધિ 5 વખત મુખ્યમંત્રી અને 12 વખત વિધાનસભા સભ્ય રહ્યા છે. જેટલી વખત ચૂંટણી લડ્યા એટલી વખત જીત નોંધાવી. સમર્થકો પ્રેમથી તેમને કલાઇનાર એટલે કે કલાના વિદ્વાન કહીને બોલાવે છે. પોતાના જીવનમાં કરુણાનિધિએ ત્રણ લગ્ન કર્યા. ત્રણ પત્નીઓથી તેમને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે.
First published: August 7, 2018, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading