નિર્ભયા કેસ : શિવરાજસિંહ ચૌહાણે ન્યાયમાં વિલંબ પર કહ્યું, આ કારણે એન્કાઉન્ટર પર જનતા કરે છે ઉજવણી

News18 Gujarati
Updated: January 29, 2020, 12:28 PM IST
નિર્ભયા કેસ : શિવરાજસિંહ ચૌહાણે ન્યાયમાં વિલંબ પર કહ્યું, આ કારણે એન્કાઉન્ટર પર જનતા કરે છે ઉજવણી
કાયદાકીય દાવપેચના કારણે જ લોકો હૈદરાબાદ એન્કાઉન્ટર પર ઉજવણી કરે છે : શિવરાજસિંહ ચૌહાણ

કાયદાકીય દાવપેચના કારણે જ લોકો હૈદરાબાદ એન્કાઉન્ટર પર ઉજવણી કરે છે : શિવરાજસિંહ ચૌહાણ

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા (Nirbhaya Case) મામલે દોષિતોની ફાંસી પહેલા દયા અરજી પર સુનાવણી દરમિયાન મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ દુષ્કર્મના ચુકાદાઓમાં થઈ રહેલા વિલંબને લઈ સવાલ ઉઠાવ્યા છે.

બુધવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નિર્ભયા મામલાના દોષી મુકેશી અરજી પર ચુકાદાની વચ્ચે શિવરાજે એક પછી એક સતત અનેક ટ્વિટ કરીને આવા અપરાધો માટે કાયદામાં ફેરફારની માંગ કરી છે. આ ઉપરાંત શિવરાજસિંહે નિર્ભયા મામલામાં ફાંસીની સજા પર તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરતા તેઓએ કહ્યું કે કાયદાકીય દાવપેચના કારણે જ લોકો હૈદરાબાદ એન્કાઉન્ટર (Hyderabad Encounter) પર ઉજવણી કરે છે.


હૈદરાબાદમાં ઠાર મરાયા દુષ્કર્મના આરોપી

નોંધનીય છે કે, તેલંગાનાના પાટનગર હૈદરાબાદમાં ચાર આરોપીઓએ એક વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ (Hyderabad Gang Rape Case) કર્યો અને પછી સળગાવીને તેની હત્યા કરી દીધી હતી. હૈદરાબાદની ઘટના બાદ દેશભરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થયા. ત્યારબાદ પોલીસે એક કથિત એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓને ઠાર માર્યા. આ એન્કાઉન્ટર ચટ્ટનપલ્લી વિસ્તારમાં ત્યારે થયું જ્યારે તપાસ દરમિયાન પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. તે દરમિયાન આરોપીઓએ કથિત રીતે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. એક તરફ દેશભરમાં જ્યાં આ એન્કાઉન્ટરને લોકો સમર્થન આપી રહ્યા હતા, બીજી તરફ માનવાધિકાર કમીશન અને કોર્ટે તેને લઈને પોલીસની ભૂમિકા પર સવાલ ઊભા કર્યા હતા.

આ પણ વાંચો, બાળકીના પેટમાંથી કાઢ્યા અડધો કિલો વાળ અને શેમ્પૂના પાઉચ, ડૉક્ટર્સ પણ ચોંકી ગયા
First published: January 29, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading