પૂર્વ મુખ્યમંત્રીના પુત્રની હત્યા, પરિવારમાંથી જ કોઇ આરોપી હોવાની પોલીસને શંકા

News18 Gujarati
Updated: April 20, 2019, 5:33 PM IST
પૂર્વ મુખ્યમંત્રીના પુત્રની હત્યા, પરિવારમાંથી જ કોઇ આરોપી હોવાની પોલીસને શંકા

  • Share this:
પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના પુત્ર  રોહિત શેખર તિવારીના મોત એક પછી એક નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે તેનું કુદરતી મોત થયું હતું. બાદમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રોહિતની હત્યા કરવામાં આવી છે. તથા પોલીસને આશંકા છે કે હત્યારા તેના પરિવારમાંથી જ કોઇ એક છે.

દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિફેન્સ કોલોની સ્થિત રોહિતના ઘરે પહોંચી હતી,  જ્યાં રોહિતની માતા ઉજ્જવલા તિવારી, પત્ની અને તેમના સસરા સાથે પૂછપરછ કરી હતી. રોહિતના ભાઇ અને નોકરોને પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે રોહિતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે, તેનું મોત મોંઢૂ દબાવવાથી થયું છે, રિપોર્ટ બાદ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોહિત શેખરની પત્ની પર પહેલી શંકા છે. શેખરનો ભાઇ સિદ્ધાર્થ જે ઘરે જ રહેતો હતો, હત્યા સમયે તે ઘરમાં હાજર હતો. તેની કડકાઇથી પૂછપરછ થઇ રહી છે. આ ઉપરાંત ઘરના નોકરોની પણ પૂછપરછ થઇ રહી છે. શેખરની માતાના તેની પત્ની સાથેના સંબંધોને લઇને સવાલો કરવામાં આવી રહ્યા છે. પત્ની અપૂર્વાના કોલ રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા છે. અપૂર્વાએ 15-16 એપ્રિલની રાત્રે જે જે લોકોને ફોન કર્યો તેની તપાસ પણ થઇ રહી છે. ઘરના તમામ લોકો જે હત્યાના સમયે ઘરમાં મોજૂદ હતા. તમામના કોલ ડિટેલ્સની તપાસ થઇ રહી છે. વળી, રોહિતના સસરાએ ક્રાઇમ બ્રાન્ચ સામે પોતાની દીકરીને નિર્દોષ ગણાવી છે. રોહિતના સસરાએ કહ્યું કે, તેમની દીકરીએ કંઇ ખોટું નથી કર્યુ અને તે કોઇની હત્યા નથી કરી શકતી.

અહીં ક્લિક કરી વાંચોઃ હાર્દિકે અલ્પેશ પર કર્યો પ્રહાર, 'પરપ્રાંતિયો વખતે કરેલો વાણીવિલાસ ભૂલી ગયા?'

પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીનું અનૌરસ સંતાન રોહિત શેખર તિવારી રાજધાની દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં પોતાની મા ઉજ્જવલા તિવારીની સાથે રહેતો હતો, 16 એપ્રિલના રોજ તે રૂમમાં સંદિગ્ધ હાલતમાં જોવા મળ્યો. તેને તાત્કાલિક સાકેત મેક્સ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કરી દીધો હતો. આ દરમિયાન ઉજ્જવલાએ કહ્યું કે, રોહિતનું મોત સ્વાભાવિક છે.

જ્યારે રોહિતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેનું મોત ગળું રૂંધાવાથી થયું. રિપોર્ટના હિસાબે મોંઢાને કોઇ ચીજથી દબાવવામાં આવ્યું, જેના કારણે તે શ્વાસ ના લઇ શક્યો, તેનું ગળું પણ દબાવવામાં આવ્યું, જેના કારણે તેનું મોત થયું. રોહિતનું મોત 15-16 એપ્રિલ દરમિયાન રાત્રે 1.30 વાગ્યે થયું છે. જ્યારે રોહિતને 16 એપ્રિલની સાંજે અંદાજિત 6 વાગ્યે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જેનો અર્થ એ છે કે, તે અંદાજિત 15 કલાક સુધી ઘરમાં જ મૃતઅવસ્થામાં પડી રહ્યો.પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ અગાઉ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોહિતના ઘરના સીસીટીવી કેમેરામાં ફૂટેજ જોયા. રોહિતના ઘરમાં 7 સીસીટીવી કેમેરા લાગેલા છે, જેમાંથી 2 કામ નથી કરી રહ્યા. આ ઉપરાંત રોહિતનો મૃતદેહ જ્યાંથી મળી આવ્યો, તે જગ્યાની પણ તપાસ કરવામાં આવી છે.
First published: April 20, 2019, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading