Home /News /national-international /

જમ્મુ કાશ્મીરઃ PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તી આગામી આદેશ સુધી હાઉસ અરેસ્ટ

જમ્મુ કાશ્મીરઃ PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તી આગામી આદેશ સુધી હાઉસ અરેસ્ટ

મહબૂબા મૂફ્તીની ફાઈલ તસવીર

Jammu kashmir news: મહેબૂબા મુફ્તીએ (mehbooba mufti) હાલમાં શ્રીનગરના હૈદરપોરા એન્કાઉન્ટરને (Haiderpura Encounter) લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો. એન્કાઉન્ટર બાદથી તણાવ જેવી સ્થિતિ બની ગઈ છે.

  શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ (Former Chief Minister of Jammu and Kashmir and PDP Chairman) મહબૂબા મુફ્તી (Jammu Kashmir Mehbooba mufti)ને પ્રશાસનના આગામી આદેશ સુધી નજરબંધ કરવામાં આવ્યા છે. મુફ્તી શ્રીનગર સ્થિત પોતાના આવાસમાં છે. નરજબંધીના કારણો અંગે પ્રશાસને અત્યારે પ્રતિક્રિયા આપી નથી. મહેબૂબા મુફ્તીએ હાલમાં શ્રીનગરના હૈદરપોરા એન્કાઉન્ટરને (Haiderpura Encounter) લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો. એન્કાઉન્ટર બાદથી તણાવ જેવી સ્થિતિ બની ગઈ છે. ઉલ્લેખનીય 15 નવેમ્બરે હૈદરપોરામાં સુરક્ષાબળોએ બંને આતંકીઓને ઠાર મરાવ્યા હતા. પોલીસ પ્રમાણે આ દરમિયાન બે સામાન્ય માણસ અલ્તાફ ભટ્ટ અને મુદસ્સિર ગુલનું મોત થયું હતું.

  પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર રેન્જ) વિજય કુમારે દાવો કર્યો હતો કે ગુલ આંતકવાદીઓનો નજીકનો સહોયગી હતો અને ભટના માલિકીવાળા પરિસરમાં કોલ સેન્ટર ચલાવતો હતો. આ ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર આતંકવાદીઓનું ઠેકાણું હતું. આ મામલે મહેબૂબા મુફ્તીએ ન્યાયિક તપાસની માંગણી કરી હતી.

  પ્રવર્તન નિર્દેશાલયે બુધવારે મની લોન્ડરિંગના મામલે મહબૂબા મુફ્તીના ભાઈ તસ્સદુક હુસેન મુફ્તની પૂછપરછ કર્યા બાદ છોડવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તસ્સદુકને ગુરુવારે અહીં તપાસ અધિકારીઓ સામે રજૂ થયા બાદ ઘન શોધન નિવારણ અધિનિયમ અંતર્ગત નિવેદન નોંધાવવા માટે કહ્યું હતું.

  આ પણ વાંચોઃ-સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, સંતાડવાની રીત જોઈ પોલીસ માંથુ ખંજવાળવા લાગી

  તેમણે જણાવ્યું હતું કે આ તપાસ કાશ્મીરના કેટલાક વ્યવસાયોથી તેમના ખાતાઓમાં કથિત રીતે પ્રાપ્ત થયેલા ધન સંબંધી છે. ઈડી ધન શોધનના એક અન્ય મામલાઓમાં મહબૂબા મુફ્તીની પણ પૂછપરછ કરી ચુકી છે.

  આ પણ વાંચો:-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

  ઉલ્લેખનીય છે કે શ્રીનગરના હૈદરપોરામાં બે દિવસ પહેલાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકના પિતાએ સુરક્ષાદળોની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે તેમનો પુત્ર નિર્દોષ હતો, આતંકવાદી નહોતો. અને તે એક દુકાનમાં કામ કરતો હતો. 15 નવેમ્બરના રોજ થયેલા આ એન્કાઉન્ટરમાં કુલ 2 આતંકવાદી અને તેમના 2 સહાયકો માર્યા ગયા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

  માર્યા ગયેલા આતંકવાદી આમિરના પિતા અબ્દુલ લતીફ માગરેએ જણાવ્યું હતું કે 2005માં મારા ભાઈની આતંકવાદીઓએ હત્યા કરી નાખી હતી. આ પછી મેં જાતે જ એક આતંકવાદીને પથ્થરથી કચડી નાખ્યો અને મારા જ હાથે તેને મારી નાખ્યો. મને સેના તરફથી પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું હતું. 11 વર્ષ સુધી અમારે ઘર છોડીને ઘરે-ઘરે ભટકવું પડ્યું.
  Published by:ankit patel
  First published:

  Tags: Jammu Kashmir News, Mehbooba mufti, PDP

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन