'જે અનામતને હાથ લગાવશે, તે જીવતો સળગશે'

'જે અનામતને હાથ લગાવશે, તે જીવતો સળગશે'
તેજસ્વીની ફાઇલ તસવીર

 • Share this:
  ભારત બંધ વચ્ચે આરજેડી નેતા અને બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે અનામતને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેજસ્વીએ મંગળવારે ટ્વીટ કર્યું કે ''જે અનામતને હાથ લગાવશે, તે જીવતો સળગશે. દલિત-પછાતોની પુકાર, 90 ટકા અનામત અમારો અધિકાર''. તેજસ્વીનું આ નિવેદન ભારત બંધના મુદ્દે આપવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની નિયુક્તિમાં 13 પોઇન્ટ રોસ્ટરની જગ્યાએ 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવા, શૈક્ષણિક તથા સામાજિક રીતે ભેદભાવ, વંચના તથા બહિષ્કરણનો સામનો નહીં કરનારા સવર્ણોને 10 ટકા અનામતનો કાયદો રદ્દ કરવા જેવી માગ કરવામાં આવી રહી છે.

  આ પહેલા પણ અનામતને લઇને તેજસ્વી યાદવે નીતિશ કુમાર અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સોમવારે તેઓએ ટ્વીટ કરી કહ્યું હતું કે ''જ્યાં સુધી પાસવાન જી અને નીતિશ જી જેવા લોકો આરએસએસના ઘોડિયામાં રમતાં રહેશે ત્યાં સુધી સંવિધાનની જગ્યાએ મનુસ્મૃતિ માનનારા દલિતો-પછાતના અનામતની સરાજાહેર ધજ્જિયા ઉડતી રહેશે. ભાજપ ધોળા દિવસે વંચિતોની નોકરી અને અનામત સમાપ્ત કરી રહ્યું છે અને તેઓ તેમના ગુણગાન કરી રહ્યાં છે.''     અહીં ક્લિક કરી વાંચોઃ બોલિવૂડમાં નામ કમાનારી પહેલી પોર્ન સ્ટાર છે સની લિયોન

  આ પહેલા જ પણ તેજસ્વીએ ટ્વીટ કરી લખ્યું હતું કે ''મોદી જી, દ્વારા 13 પોઇન્ટ રોસ્ટર હેઠળ દલિત-પછાતની ઉચ્ચ શિક્ષામાં નોકરી સમાપ્ત કરવા પર રામવિલાસ પાસવાનજી વડાપ્રધાનને સાધુવાદ આપી કહી રહ્યાં છે કે દલિતોની અનામત સમાપ્ત કરી મોદીજીએ 56 નહીં 156 ઇંચની છાતી દેખાડી છે, વાહ ચાચા! આટલી ચમચાઇ!''

  તેજસ્વીએ ટ્વીટ કર્યું કે નીતિશજી પછાત અને પાસવાનજી દલિતોના નામે કલંકિત રાજનીતિ કરી રહ્યાં છે, bjpએ વિશ્વવિદ્યાલયોમાં વંચિતોની અનામત સમાપ્ત કરી, જાતિગત જનગણનાના આંકડા બધાની સામે જ છે, પ્રાઇવેટ સેક્ટરમાં અનામત લાગુ નથી કરી, અને આ બંને જાતિવાદી સંગઠન આરએસએસના કિર્તન કરી રહ્યાં છે.

   

  First published:March 05, 2019, 15:26 pm