પૂર્વ સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માએ સરકાર તરફથી સોંપવામાં આવેલા પદ પર પરત ફરવાની મનાઇ કરી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીએ આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટર પદ પરથીહટાવી દીધા છે. તેઓએ વર્માને ફાયર સર્વિસ અને હોમગાર્ડ્સના જનરલ ડાયરેક્ટરની જવાબદારી સોંપી છે. પરંતુ વર્માએ આ જવાબદારી સંભાળવાની જગ્યાએ રાજીનામું આપી દીધું હતું. જો કે સરકારે તેનું રાજીનામું સ્વીકાર્યું નથી. હવે ગૃહમંત્રાલય તેમના વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂર્વ સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માની અપીલને નકારી તેઓને અંતિમ દિવસ એટલે કે એક દિવસ માટે ઓફિસ જોઇન કરવાનું કહ્યું હતું. જો કે વર્માએ તેમની વાતનો અસ્વીકાર કર્યો. હવે વર્માની મનાઇ પર ગૃહમંત્રાલય તેમની વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલે સો કોઝ નોટિસ મોકલવાની તૈયારીમાં છે.
વડાપ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી દ્વારા સીબીઆઇ ડાયરેક્ટર પદ પરથી હટાવ્યા બાદ આલોક વર્માએ એક પત્ર લખી ગૃહમંત્રાલયને અપીલ કરી કે તેઓને આજ દિવસથી પદ પરથી હટાવેલા માનવામાં આવે. કારણ કે જે પર પર તેમનું ટ્રાંસફર થયું હતું તે પદ પર સેવા આપવાની ઉંમર તેઓએ પૂર્ણ કરી લીધી છે. ગૃહ મંત્રાલયે અંદાજે બે સપ્તાહ બાદ તેઓને જવાબ આપ્યો છે કે વર્માએ ગુરુવારે ઓફિસ તો આવવું જ પડશે.
એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આલોક વર્માને ફાયર સર્વિસના ડીજી નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ વર્માએ પોતાનો કાર્યભાળ સંભાળ્યો નહીં, જો તેઓ નિયુક્તિ પત્રને સ્વીકારતા નથી તો સરકાર નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કાર્યવાહી કરી શકે છે.
વાત એમ છે કે 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બનેલી કમિટી દ્વારા આલોક વર્માને સીબીઆઇ ડાયરેક્ટર પદ પરથી હટાવ્યા બાદ 11 જાન્યુઆરીએ ગૃહમંત્રાલયે વર્માને પત્ર લખી જણાવ્યું કે તેઓને તે દિવસથી જ રિટાયર્ડ માનવામાં આવશે.
જો કે આલોક વર્માએ સરકારી સેવામાંથી રિટાર્યમેન્ટની ઉંમર 31 જુલાઇ 2018 ના રોજ જ પૂર્ણ કરી લીધી છે. આથી તેઓને પત્રમાં લખ્યો કે એ દિવસથી જ રિટાયર્ડ સમજવામાં આવે, જે દિવસથી તેઓને સીબીઆઇ ડાયરેક્ટરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્માને સૌથી પહેલા સીબીઆઇ ડાયરેક્ટરના પદ પરથી ઓક્ટોબરમાં જ સીવીસીની ભલામણ બાદ હટાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં તેઓને પદ પરથી બહાલ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિલેક્શન સમિટીએ તેઓને બાકીના સમય માટે ફાયર સર્વિસી, સિવિલ ડિફેન્સ એન્ડ હોમ ગાર્ડ્સના જનરલ ડાયરેક્ટર તરીકે ટ્રાંસફર કરી દીધા હતા.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર