પૂર્વ ડાયરેક્ટરે CBIમાં જૂથબંધી તરફ કર્યો ઈશારો, કહ્યું- નવા ચીફે સુધારવી પડશે છબિ

News18 Gujarati
Updated: January 11, 2019, 12:10 PM IST
પૂર્વ ડાયરેક્ટરે CBIમાં જૂથબંધી તરફ કર્યો ઈશારો, કહ્યું- નવા ચીફે સુધારવી પડશે છબિ
આલોક વર્મા (ફાઇલ ફોટો)

  • Share this:
રૌનક કુમાર ગુંજન

વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી વિશેષ કમિટીએ આલોક વર્માને સીબીઆઈના ડાયેરેક્ટર પદેથી હટાવી દીધા છે. ત્યારબાદ સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર એ પી સિંહે એજન્સીમાં જૂથબંધી તરફ સંકેત કરતાં કહ્યું કે, તેના કારણે સંસ્થાને ઘણું નુકસાન પહોંચ્યું છે અને સીબીઆઈની છબિ ખરાબ થઈ છે. તેઓએ કહ્યું કે, લોકોમાં એવો સંદેશ જઈ રહ્યો છે કે સીબીઆઈમાં બે અલગ જૂથ છે જે પરસ્પર લડી રહ્યા છે.

સિંહે વધુમાં કહ્યું કે, જે પણ નવા ડાયરેક્ટર બનશે તેમણે એજન્સીની છબિને સુધારવી પડશે. સીબીઆઈમાં અનેક અધિકારી છે જે કાબેલ છે. આ પદ માટે જેને પણ પસંદ કરવામાં આવશે તે સારું કામ કરશે. વર્મા સંભવત: એવા પહેલા અધિકારી છે જેમની ઉપર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સીવીસના રિપોર્ટમાં વર્માની ઉપર અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના આધારે કમિટીએ તેમને પદથી હટાવ્યા. કોંગ્રેસે તેનાથી અસહમતિ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું. આલોક વર્માને પોતાનો પક્ષ રજૂ કર્યા વગર હટાવવાથી એ પુરવાર થઈ ગયું છે કે પીએમ મોદી તપાસથી બચવા માંગી રહ્યા છે.

પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર સિંહે એમ પણ કહ્યું કે, તેનો રાફેલ કે ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. તેમણે કહ્યું કે હવે અમે એમ કહી શકીએ છે કે સમગ્ર પ્રક્રિયાને ફોલો કરવામાં આવી છે. કમિટીમાં ચીફ જસ્ટિસ હોવા જોઈતા હતા પરંતુ તેઓ નહોતા તો તેમના પ્રતિનિધિ ત્યાં ઉપસ્થિત હતા.

આ પણ વાંચો, લાંચથી લઈને પશુ તસ્કરોને મદદ સુધી, CVCના આ રિપોર્ટે કરી આલોક વર્માની છુટ્ટી!એ પી સિંહે કહ્યું કે મેં વર્મા સાથે કામ કર્યું છે. હું તેમના વિશે ક્યારેય આવું નથી સાંભળ્યું. આ ઘટના પહેલા તેમની છબિ આવી બિલકુલ નહોતી. જોકે, હું તેમને વ્યક્તિગત રીતે નથી ઓળખતો.

આ પણ વાંચો, પદથી હટાવવા પર આલોક વર્મા, 'ઈમાનદારીની મળી સજા, તમામ આરોપ ખોટા'
First published: January 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading