પદથી હટાવ્યા બાદ આલોક વર્માએ આપ્યું રાજીનામું, કહ્યું- સામૂહિક આત્મમંથનનો સમય

News18 Gujarati
Updated: January 11, 2019, 4:23 PM IST
પદથી હટાવ્યા બાદ આલોક વર્માએ આપ્યું રાજીનામું, કહ્યું- સામૂહિક આત્મમંથનનો સમય
સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્મા (ફાઇલ ફોટો)

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ ફાયર એન્ડ સેફ્ટના ડીજી તરીકે નવી જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો છે. વર્માને એક દિવસ પહેલા જ સીબીઆઈ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે. પદથી હટાવવાના બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે તેમને મોટી રાહત આપતા તેમની રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો.

સરકારે સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર નાગેશ્વર રાવને એજન્સીના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. પદ સંભાળતા જ રાવે તે તમામ ટ્રાન્સફર ઓર્ડર રદ કરી દીધા જે વર્માએ જાહેર કર્યા હતા.

આલોક વર્માએ રાજીનામામાં લખ્યું કે, મારો કાર્યકાળ 31 ડિસેમ્બર 2017 સુધી જ હતો જેને સીબીઆઈ ડાયરેક્ટર તરીકે 31 ડિસેમ્બર 2019 સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે જ્યારે હું સીબીઆઈના ડાયરેક્ટર તરીકે કામ નથી કરી રહ્યો અને અગ્નિશમન સેવા, સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડના ડીજીના પદ પર રહેવાની ઉંભર પહેલા જ પૂરી કરી ચૂક્યો છું, તેથી મને આજથી જ નિવૃત્ત માનવામાં આવે.અગાઉ, હાઈ લેવલ કમિટી તરફથી સીબીઆઈ ડાયરેક્ટરના પદેથી હટાવ્યા બાદ આલોક વર્માએ દાવો કર્યો હતો કે તેમની ટ્રાન્સફર તેમના વિરોધમાં રહેતા એક વ્યક્તિ તરફથી લગાવવામાં આવેલા ખોટા, નિરાધાર અને નકલી આરોપોના આધારે કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કમિટીએ ભ્રષ્ટાચાર અને કર્તવ્યમાં બેદરકારી દાખવવાના આરોપમાં ગુરુવારે વર્માના પદથી હટાવી દીધા. આ મામલામાં મૌન તોડતા વર્માએ કહ્યું કે, ભ્રષ્ટાચારના હાઈ-પ્રોફાઇલ મામલાની તપાસ કરનારી મહત્વપૂર્ણ એજન્સી હોવાના કારણે સીબીઆઈની સ્વતંત્રતાને સુરક્ષિત અને સંરક્ષિત રાખવી જોઈએ.

આલોક વર્માએ કહ્યું કે, આપણે બહારના દબાણો વગર કામ કરવું જોઈએ. મેં એજન્સીની અખંડતાને કાયમ રાખવાના તમામ પ્રયાસ કર્યા, જ્યોર તેને બરબાદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. તેને કેન્દ્ર સરકાર અને સીવીસીના 23 ઓક્ટોબર 2018ના આદેશમાં જોઈ શકાય છે જે કોઈ અધિકાર ક્ષેત્ર વગર આપવામાં આવ્યા હતા અને જેને રદ કીર દીધા હતા. વર્માએ પોતાના વિરોધી એક વ્યક્તિ દ્વારા લગાવેલા ખોટા, નિરાધાર અને નકલી આરોપોના આધારે સમિતિ તરફથી ટ્રાન્સફરના આદેશને દુખદ ગણાવ્યું.

આ પણ વાંચો, CBI વિવાદ: સિલેક્શન કમિટીએ CBI ચીફ આલોક વર્માને પદ પરથી હટાવ્યા

સરકાર તરફથી ગુરુવારે જાહેર આદેશ અનુસાર, 1979ના બેચના આઈપીએસ અધિાકરીને ગૃહ મંત્રાલય હેઠળ અગ્નિશમન વિભાગ, નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડ્સના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ ડાયરેક્ટરનો ચાર્જ હાલ અડિશિનલ ડિરેક્ટર એમ નાગેશ્વર રાવની પાસે છે.

આ પણ વાંચો, લાંચથી લઈને પશુ તસ્કરોને મદદ સુધી, CVCના આ રિપોર્ટે કરી આલોક વર્માની છુટ્ટી!

આલોક વર્માએ કહ્યું કે, સમિતિને સીબીઆઈ ડાયરેક્ટર તરીકે તેમની ભવિષ્યની રણનીતિ નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, હું સંસ્થાની ઈમાનદારી માટે ઊભો રહ્યો અને જો મને ફરીથી પૂછવામાં આવશે તો હું વિધિનું શાસન કાયમ રાખવા માટે ફરી આવું જ કરીશ.
First published: January 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading