કોંગ્રેસ કેમ્બ્રિજ એનાલિટિકાના હતાં ક્લાઈન્ટ, BJPએ કહ્યું રાહુલ માફી માંગે

 • Share this:
  ડેટા લીક મુદ્દે ખુલાસો કરનારા ક્રિસ્ટોફર વાઈલીએ દાવો કર્યા બાદ બીજેપી અને કોંગ્રસ વચ્ચે જુબાની જંગ છેડાઈ રહી છે. આ અંગે તેમણે મંગળવારે ઘટસ્ફોટ કર્યો હતો કે, કેમ્બ્રિજ એનાલિટિકાની ઓફિસ ભારતમાં હતી અને કોંગ્રેસ કદાચ તેની ક્લાયન્ટ હોઈ શકે છે. આ ખુલાસા સાથે જ કોંગ્રેસ ભીંસમાં આવી ગઈ હતી અને ભાજપે તેને ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે વિપક્ષી પાર્ટીએ તેની પર એજેન્ડને ભટકાવવા માટે ખોટું બોલવાનો પણ આરેપ લગાવ્યો હતો.

  કેમ્બ્રિજ એનાલિટિકા અંગે વાઈલીએ બ્રિટનની સંસદમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, કંપની ભારતમાં મોટાપાયે કામ કરતી હતી અને કોંગ્રેસ પણ કદાચ તેની ક્લાયન્ટ હતી. તેણે જણાવ્યું કે, ભારતમાં કેમ્બ્રિજ એનાલિટિકાની કચેરી પણ હતી. ૨28 વર્ષીય વાઈલે એમ પણ જણાવ્યું કે, મારા મતે કોંગ્રેસ આ કંપનીની ક્લાયન્ટ હતી. તેઓ શું કામ કરાવતા હતા તેની મને જાણ નથી પણ તે તમામ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરી હતી. મને કોઈ નેશનલ પ્રોજેક્ટની માહિતી નથી પણ તેઓ ડોમેસ્ટિક પ્રોજેક્ટ ઘણા કરી હતી. ભારત એટલો મોટો દેશ છે કે ત્યાંનું એક રાજ્ય બ્રિટન કરતાં પણ મોટું છે.

  રવિશંકર પ્રસાદે કહ્યું માફી માંગે રાહુલ
  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ ઉપર હલ્લાબોલ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી માફી માંગે તેઓ ખુલ્લા પડી ગયા છે. તેઓ આ કંપનીની સેવાઓ લેતા હતા. શું કોંગ્રેસને દેશની જનતા ઉપર વિશ્વાસ નથી? શું તેઓ જીતવા માટે આટલા નિમ્ન સ્તરે જાય છે. તેઓ દેશની જનતા સાથે જુઠ્ઠાણા ચલાવવા બદલ માફી માગવી જોઈએ.

  કોંગ્રેસનો પલટવાર
  કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે, રવિશંકર પ્રસાદ સતત જુઠ્ઠું જ બોલતા હોય છે. ટીવી માધ્યમો દ્વારા તેઓ કોંગ્રેસ ઉપર આરોપ મૂકે છે અને ભાગી જાય છે. તેમની પાસે આખી સરકાર છે તો પછી તેઓ કોંગ્રેસ સામે ફરિયાદ કેમ નથી નોંધાવતા? તેમની પાસે પુરાવા હોય તો તેમણે પગલાં લેવા જોઈએ. તેમને ખબર છે કે, તપાસ થઈ તો પોતે જ ખુલ્લા પડી જશે.
  Published by:Kaushal Pancholi
  First published: