BJPના પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ નોંધાયો, દીકરાના લગ્નમાં કોરોના નિયમોનું કર્યું ઉલ્લંઘન

BJPના પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ નોંધાયો, દીકરાના લગ્નમાં કોરોના નિયમોનું કર્યું ઉલ્લંઘન
ધનંજય મહાદિકના દીકરાના લગ્ન સમારોહની તસવીર (Photo: ANI)

ધનંજય મહાદિકના દીકરાના લગ્નમાં 1,000થી વધુ મહેમાનો પહોંચ્યા, જ્યારે સરકારે પુણેમાં માત્ર 200થી વધુ મહેમાનો પર પ્રતિબંધ લગાવ્યો છે

  • Share this:
    પુણે. મહારાષ્ટ્ર (Maharashtra)માં પૂર્વ સાંસદ ધનંજય મહાદિક (Former BJP MP Dhananjay Mahadik)ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેઓએ પુણે (Pune)માં પોતાના દીકરાના લગ્ન દરમિયાન કોરોનાના નિયમોનું (Corona Protocol) ઉલ્લંઘન કર્યું છે. આ લગ્ન રવિવારે પુણેના હદપસર વિસ્તારમાં યોજાયા હતા. આ મામલામાં અન્ય બે લોકોની વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ બંને લક્ષ્મી લોન્સના માલિક અને મેનજર છે. લગ્ન આ સ્થળે જ થયા હતા.

    મહાદિકે દીકરાના લગ્નમાં એક હજારથી પણ વધુ મહેમાનો પહોંચ્યા હતા. જ્યારે સરકારે પુણેમાં લગ્ન સમારોહમાં 200થી વધુ મહેમાનોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા બીજેપીએ NCPના એક નેતાના ઘરમાં યોજાયેલા લગ્નને લઈ સવાલ ઉઠાવ્યા હતા.



    આ પણ વાંચો, IND VS ENG: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા પર ઈંગ્લેન્ડના બેટિંગ કોચે ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

    અનેક નેતાઓ લગ્ન સમારોહમાં પહોંચ્યા

    આ લગ્ન સમારોહમાં નેતાઓનો મેળો જોવા મળ્યો હતો. એનસીપી પ્રમુખ શરદ પવાર, બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ સામેલ થયા હતા. ફડણવીસ માસ્ક પહેર્યા વગર પહોંચ્યા હતા. આ ઉપરાંત લગ્ન સમારોહમાં સંજય રાઉત અને અરવિંદ સાવંત પણ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.

    લૉકડાઉનની ચેતવણી

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો કોરોનાના નિયમોને નહીં માનવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે કોવિડ-19ના વધતા કેસોને કારણે રાજ્યમાં સોમવારથી તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે.

    આ પણ વાંચો, કચરો ઉઠાવનારા બે ભાઈઓની Singing Talent પર આફરીન થયા આનંદ મહિન્દ્રા, જનતાને કરી આ અપીલ

    મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

    નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. અહીં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 5210 નવા કેસ સામે આવ્યા. આ પહેલા સતત ત્રણ દિવસ સુધી પ્રતિ દિવસ સંક્રમણના 6 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા હતા. રાજ્યમાં કુલ મામલા વધીને 21,06,094 થઈ ગયા છે. રાજ્ય સરકાર અનુસાર સોમવારે કોવિડ-19થી વધુ 18 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હવે રાજ્યમાં મૃત્યુઆંક 51,806 પર પહોંચી ગયો છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 23, 2021, 07:57 am

    ટૉપ ન્યૂઝ