Home /News /national-international /

Sangeet Som video viral: બીજેપીના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમનું વિવાદિત નિવેદન, કહ્યું - 92ની જેમ હવે 22માં જ્ઞાનવાપી મસ્જિદ ધ્વસ્ત કરીશું

Sangeet Som video viral: બીજેપીના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમનું વિવાદિત નિવેદન, કહ્યું - 92ની જેમ હવે 22માં જ્ઞાનવાપી મસ્જિદ ધ્વસ્ત કરીશું

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમનો (samgeet som)એક વિવાદિત વીડિયો વાયરલ (samgeet som video viral) થઇ રહ્યો છે

Sangeet Som Controversial statement - સંગીત સોમ વીડિયોમાં કહે છે કે રામલલ્લા વર્ષો તિરપાલમાં રહ્યા અને એક દિવસ જ્યારે લોકોની ધીરજ તુટી તો તથાકથિત મસ્જિદની એકપણ ઇટની ખબર ન પડી. તે કહે છે કે તે 92 હતું...આ 22 છે

    મેરઠ : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમનો (Sangeet Som)એક વિવાદિત વીડિયો વાયરલ (Sangeet Som video viral) થઇ રહ્યો છે. આ વીડિયોમાં જ્ઞાનવાપી મસ્જિદને (gyanvapi mosque)ધ્વસ્ત કરવાની વાત સાંભળી શકાય છે. આ વાયરલ વીડિયોમાં સંગીત સોમે કથિત રુપથી કહ્યું છે કે 1992માં બાબરી મસ્જિદની (babri masjid)જેમ હવે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ ધ્વસ્ત કરીશું.

    આ વીડિયો મેરઠના જ્વાલાગઢ ચોક પર આયોજીત મહારાણા પ્રતાપની જયંતિ સમારોહનો છે. જોકે ન્યૂઝ 18 સ્વતંત્ર રુપથી આ વીડિયોની સત્યતાની પૃષ્ટિ કરતું નથી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા સંગીત સોમ આ વીડિયોમાં કહી રહ્યો છે કે તેમને તે દિવસે સમજી જવું જોઈએ કે જ્યારે વર્ષ 1992માં એક ખંડર રૂપી મસ્જિદને ધ્વસ્ત કરી હતી. સમજી જવું જોઈએ કે દેશ કઇ બાજુ જઈ રહ્યો છે. સમજી જવું જોઇએ કે કારસેવકોએ આ મસ્જિદને આજે ધ્વસ્ત કરી છે. હવે હિન્દુસ્તાન આ પ્રકારની એકપણ મસ્જિદ છોડવા જઈ રહ્યો નથી ભાઈ.

    સંગીત સોમ કહે છે કે રામલલ્લા વર્ષો તિરપાલમાં રહ્યા અને એક દિવસ જ્યારે લોકોની ધીરજ તુટી તો તથાકથિત મસ્જિદની એકપણ ઇટની ખબર ન પડી. તે કહે છે કે તે 92 હતું...આ 22 છે. ઔરંગઝેબ જેવા લોકોએ મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દીધી. હવે મંદિર પાછો લેવાનો સમય આવી ગયો છે.

    આ પણ વાંચો - વરરાજાએ ધોતી-કુર્તાના બદલે શેરવાની પહેરી તો લગ્નમાં બબાલ, બન્ને પક્ષો વચ્ચે થઇ મારામારી

    તેમણે કહ્યું કે બનારસમાં ભગવાન કાશીનાથનું મંદિર બનાવવામાં આવશે. હવે કાશીનાથ મંદિરને તે રૂપમાં લાવવામાં આવશે. જ્ઞાનવાપી મસ્જિદને ધ્વસ્ત કરીને ભગવાન ભોલેનાથનો પરિવાર વસાવીને સંપૂર્ણ મંદિર બનાવવામાં આવશે.

    આ કાર્યક્રમની તસવીર શેર કરતા સંગીત સોમના ટ્વિટર હેન્ડલથી પણ લખવામાં આવ્યું છે કે ઔરંગઝેબ જેવા લોકોએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દીધી. 92માં બાબરી અને 22માં જ્ઞાનવાપીનો વારો છે. મુસલમાન આક્રાંતાઓએ મંદિર તોડીને જે મસ્જિદ ઉભા કરી તેને પાછો લેવાનો સમય આવી ગયો છે. જોકે સંગીત સોમનું આ હેન્ડલ વેરિફાઇ નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Babri Masjid, Uttar Pradesh‬, Video viral

    આગામી સમાચાર