પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજી (ફાઇલ તસવીર- PTI)

પદ્મ વિભૂષણથી સન્માનિત સોલી સોરાબજીએ 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

 • Share this:
  નવી દિલ્હી. દેશના પૂર્વ અટોર્ની જનરલ (Former Attorney General) સોલી સોરાબજી (Soli Sorabje)નું નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. અનેક દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. સોરાબજીને કોરોનાનું સંક્રમણ થયું હતું કે નહીં હાલ તેની જાણકારી નથી મળી શકી. પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું.

  સોલી સોરાબજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)એ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતના લીગલ સિસ્ટમના એક આઇકનને ગુમાવી દીધા. તેઓ એવા પસંદગીના લોકો પૈકી એક હતા જેઓએ બંધારણીય કાયદા અને ન્યાય પ્રણાલીના વિકાસને ઊંડાણથી પ્રભાવિત કર્યું. પદ્ભ વિભૂષણથી સન્માનિત તેઓ સૌથી પ્રખ્યાત ન્યાયવિદો પૈકી એક હતા. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

  આ પણ વાંચો, ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં ભાગદોડ, 38 લોકોનાં મોત; 100થી વધુ ઘાયલ

  આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વીટ કરીને સોલી સોરાબજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત વડાપ્રધાને સોલી સોરાબજીએ આપેલા બહુમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું છે.

  આ પણ વાંચો, Fact Check: શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોના વાયરસ? જાણો આ દાવાની હકીકત

  સોલી સોરાબજી બે વાર દેશના અટોર્ની જનરલ રહી ચૂક્યા છે. પહેલીવાર 1989થી 1990 અને પછી 1998થી 2004 સુધી. તેમનો જન્મ 1930માં બોમ્બેમાં થયો હતો. તેઓએ 1953થી બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. ત્યારબાદ 1971માં બોમ્બે હાઇકોર્ટમાં સીનિયર એડવોકેટ તરીકે ડેજિગ્નેટેડ થયા અને લગભગ 7 દશક સુધી કાયદાકીય વ્યવસાયમાં સક્રિય રહ્યા. સોલી સોરાબજીને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમની ઓળખ દેશના મોટા માનવાધિકાર વકીલ તરીકે થતી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: