અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈનું 86 વર્ષની ઉંમરમાં નિધન

અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈનું 86 વર્ષની ઉંમરમાં નિધન
અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈનું 86 વર્ષની ઉંમરમાં નિધન

86 વર્ષના ગોગોઈ (Tarun Gogoi)છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા

 • Share this:
  નવી દિલ્હી : અસમના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરુણ ગોગાઈનું (Former Assam CM Tarun Gogoi)સોમવારે નિધન થયું છે. અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ જાણકારી આપી હતી. 86 વર્ષના ગોગોઈ (Tarun Gogoi)છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા. ડોક્ટરે સોમવારે સવારે જાણકારી આપી હતી કે ગોગાઈની હાલત ઘણી નાજુક હતી. ગોગોઈની બગડતી સ્થિતિને જોતા અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પોતાનો ડિબ્રુગઢનો પ્રવાસ રદ કરીને ગુવાહાટી પરત ફર્યા હતા.

  તરુણ ગોગોઈ ત્રણ વખત અસમના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તે 6 વખત લોકસભા સાંસદ પણ રહ્યા હતા. તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ વર્તમાનમાં કોંગ્રેસના સાંસદ છે.  ગોગોઈના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે શ્રી તરુણ ગોગાઈ જી લોકપ્રિય નેતા અને વરિષ્ઠ પ્રશાસક હતા, જેમનો અસમની સાથે-સાથે કેન્દ્રમાં પણ વર્ષો સુધી રાજનીતિક અનુભવ હતો. તેમના નિધનથી દુ:ખી છું. આ દુ:ખના સમયમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે. ઓમ શાંતિ.  પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે તરુણ ગોગાઈ સાચા કોંગ્રેસી નેતા હતા. તેમણે અસમમાં બધા લોકો અને સમુદાયને એક સાથે લાવવા માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું. મારા માટે તે એક મહાન અને કુશળ શિક્ષક હતા. હું તેમને દિલથી પ્રેમ અને તેમનું સન્માન કરતો હતો. હું તેમને યાદ કરીશ. ગૌરવ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.

  આ પણ વાંચો - કોંગ્રેસને તોડવાના ષડયંત્રમાં લાગ્યા છે ગુલાબ નબી આઝાદ, ગાંધી પરિવાર સાથે ગદ્દારી કરી: કુલદીપ બિશ્નોઈ

  અસમના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma)થોડા સમય પહેલા તેમના સ્વાસ્થ્ય વિશે કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીની સ્થિતિ ઘણી નાજુક અને ચિંતાજનક છે.
  Published by:Ashish Goyal
  First published:November 23, 2020, 18:34 pm

  टॉप स्टोरीज