ન્યૂ દિલ્હી: પૂર્વ આર્મી ચીફ અને વિદેશ રાજ્ય પ્રધાન વી.કે. સિંઘે પુલવામામાં આતંકી હુમલા બાદ તિખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આતંકી હુમલામાં જે જવાનો શહીદ થયા છે તેમના બલિદાનનાં લોહીનાં એક—એક ટીપાનો બદલો લઇશું.
તેમણે કહ્યું કે, આર્મી દ્વારા તેમને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે જવાબી કાર્યવાહી કરશે અને શહીદોનાં બલિદાનનો બદલો લઇશું. 37 જવાનોનાં શહીદીથી મારુ લોહી ઉકળી ઉઠે છે અને આ કરોડરજ્જુ વગરનાં આતંકી હુમલાનો બદલો જરૂર લઇશું”.
તેમણે વધુમાં જણાવ્યું કે, આતંકવાદી હુમલો એક દુખદ ઘટના છે. કાશ્મીરમાં જે ઘટના બને છે દુખદ છે. દરેક ઘટના આપણને કહે છે કે આપણે શું કરવુ જોઇએ”
ગુરુવારે જમ્મૂ-કશ્મિરનાં પુલવામામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ (CRPF)નાં 37 જવાનો શહીદ થયા છે અને સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ હુમલા માટે જૈસ-એ-મોહમંદ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આ આતંકી હુમલા પછી સમગ્રે દેશમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. લોકો શહીદોને શ્રધાંજલિ અર્પિત કરી રહ્યા છે. રામાયણ કથાકાર મોરારિબાપુએ પણ શહીદોને શ્રદ્ધાજંલિ આપી અને કહ્યું કે, “ગઇ કાલે કાશ્મીરમાં આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રુરતાપૂર્ણ હુમલો કર્યો અને એમાં આપણા જે જવાનો શહીદ થયા એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે”.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર