Home /News /national-international /

UKના સાંસદ સાથે પંજાબના CM ભગવંત માનની મુલાકાતથી વિવાદ, પૂર્વ સેના પ્રમુખ જેજે સિંહે સવાલ ઉઠાવ્યા

UKના સાંસદ સાથે પંજાબના CM ભગવંત માનની મુલાકાતથી વિવાદ, પૂર્વ સેના પ્રમુખ જેજે સિંહે સવાલ ઉઠાવ્યા

આ બેઠક 1 કલાક ચાલી હતી. આ મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે (તસવીર - ટ્વિટર)

Punjab News - પૂર્વ આર્મી ચીફ જનરલ જેજે સિંહે કહ્યું - જમ્મુ અને કાશ્મીર પર તેમના ભારત વિરોધી વલણ માટે તનમનજીત સિંહ ઠેસી જાણીતા છે, ત્યારે આવા વિવાદાસ્પદ સાંસદનું ભગવંત માન અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સ્વાગત કરે છે

બ્રિટનના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી અને પંજાબ (Punjab)ના મુખ્યપ્રધાન ભગવંત માન (Bhagwant Mann) વચ્ચે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન બેઠક થઈ હતી. આ બેઠક 1 કલાક ચાલી હતી. આ મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર પૂર્વ આર્મી ચીફ જનરલ જેજે સિંહે સવાલ ઉઠાવ્યા હતા.

પૂર્વ આર્મી ચીફ જનરલ જેજે સિંહે બેઠકને લઇને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર પર તેમના ભારત વિરોધી વલણ માટે તનમનજીત સિંહ ઠેસી જાણીતા છે, ત્યારે આવા વિવાદાસ્પદ સાંસદનું ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સ્વાગત કરે છે. આ આક્ષેપો બાદ આમ આદમી પાર્ટીએ તનમનજીત સિંહ ઢેસીની સાથે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કેન્દ્રીય મંત્રીઓના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતા નીલ ગર્ગે સવાલ કર્યો હતો કે, જો તનમનજીત સિંહ ઢેસી ભારત વિરોધી છે તો કેન્દ્રની મોદી સરકારના રાજમાં તેમને દેશમાં આવવાની મંજૂરી કેમ આપવામાં આપી? ભાજપ બિનજરૂરી રીતે પંજાબની આમ આદમી પાર્ટી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ તનમનજીત સિંઘ ઢેસી કહ્યું હતું કે, તેમના તમામ નિવેદનો સાર્વજનિક છે.

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ જેજે સિંહે માંગ કરી હતી કે, આમ આદમી પાર્ટી અને ભગવંત માનને તનમનજીત સિંહ ઢેસી સાથેની મુલાકાતની વિગતો જાહેર કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આવી વ્યક્તિ સાથે મુલાકાતના એજન્ડા અંગે દેશને ખબર હોવી જોઈએ.

આ પણ વાંચો - પીએમ મોદી 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે, જાણો કેમ

શુક્રવારે તનમનજીત સિંહ ઢેસીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે ટ્વિટ કર્યું કે, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનનો હું આભારી છું કે, તેમણે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અમે પંજાબની પ્રગતિ જોવા માટે NRI ની આશાઓ, ચિંતાઓ અને પંજાબની પ્રગતિને જોવાની ઇચ્છા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.

આ પહેલાં લગાવ્યા હતા મોદી સરકાર પર ગંભીર આરોપ

ખેડૂતોના આંદોલન દરમિયાન તમનજીત સિંહ ઢેસીએ મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતુ કે, બ્રિટિશ હથિયારોનો ઉપયોગ ખેડૂતોના આંદોલનને દબાવવા માટે કરવામાં આવ્યો છે. આ પહેલાં પણ તનમનજીત સિંહે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. ખેડૂત સંગઠનો દ્વારા ફગવાડાના મૌલી ગામમાં 8મી એપ્રિલના રોજ યોજાયેલા કાર્યક્રમ 'કિસાન આંદોલન' દરમિયાન યુકેની સંસદમાં ચર્ચા અને પ્રશ્નો દરમિયાન ખેડૂતોના મુદ્દા ઉઠાવવા બદલ બ્રિટિશ શીખ સાંસદ તનમનજીત સિંહ ઢેસીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
First published:

Tags: Bhagwant mann, પંજાબ

આગામી સમાચાર