સેનાનો પૂર્વ કેપ્ટન રહેતો હતો પુણેના ફુટપાથ પર, બે લોકોએ કરી હત્યા

  • Share this:
ભારતીય સેનાના એક પૂર્વ કેપ્ટનનો મૃતદેહ ગુરૂવારે રાતે પુણે છાવનીમાંથી મળ્યો. પોલીસે બતાવ્યો કે બે અજ્ઞાત લોકોએ મારીને તેમની હત્યા કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે સેનાના એક પૂર્વ કેપ્ટન 67 વર્ષીય રવીન્દ્ર બાલી પુણે કેમ્પ વિસ્તારમાં ફુટપાથ પર રહેતા હતાં. લશ્કર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, 'એક બંગલાના દરબાને બે લોકોને બાલી સાથે મારપીટ કરતા જોયા અને તેમને ભાગતા જોયા. આ બાદ તેણે પોલીસને ખબર આપી.'

અધિકારીએ કહ્યું કે,'બાલી કેટલાક વર્ષોથી પોતાના પરિવારના કોઈ સભ્ય સાથે સંપર્કમાં ન હતાં. બિલકુલ અલગ જીંદગી જીવી રહ્યાં હતાં. તપાસના દરમિયાન તેમના પરિવાર અંગે જાણવા મળ્યું. જેમાં અમને બાલીની સાચ્ચી ઓળખની જાણ થઈ. તેમણે જણાવ્યું કે અજ્ઞાત લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.'
Published by:Kaushal Pancholi
First published: