અફઘાનિસ્તાન : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના મોટા ભાઇની તાલિબાને ક્રૂર રીતે હત્યા કરી

ભૂતપુર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના (amrullah saleh) મોટા ભાઈ રોહુલ્લાહ સાલેહ (ફોટો - સોશિયલ મીડિયા)

Afghanistan latest news- આ ઘટના પંજશીરની બતાવવામાં આવી રહી છે

  • Share this:
    કાબુલ : અફઘાનિસ્તાનમાં (Afghanistan)તાલિબાન (taliban)સામે મજબૂતીથી લડાઇ લડી રહેલા ભૂતપુર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના (amrullah saleh) મોટા ભાઈ રોહુલ્લાહ સાલેહની તાલિબાને હત્યા કરી દીધી છે. રોહુલ્લાહ સાલેહને (Rohullah Saleh) તાલિબાને પહેલા ટોર્ચર કર્યા હતા અને આ પછી ક્રૂરતા પૂર્વક હત્યા કરી દીધી છે. આ ઘટના પંજશીરની બતાવવામાં આવી રહી છે. જ્યાં હજુ પણ પંજશીરના લડાકા અને તાલિબાનનો સંઘર્ષ યથાવત્ છે.

    જાણકારી પ્રમાણે ગુરુવારે રાત્રે તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. આ ઘટનામાં અમરુલ્લાહ સાલેહના મોટા ભાઈની હત્યા કરી દેવામાં આવી હતી. રિપોર્ટ છે કે તાલિબાનના લડાકોએ રોહુલ્લાહ સાલેહને ઘણો ટોર્ચર કર્યો હતો. હજુ સુધી આ સમાચારને લઇને સત્તાવાર પૃષ્ટિ થઇ નથી. અમરુલ્લાહ સાલેહ તરફથી પણ કોઇ પ્રતિક્રિયા જોવા મળી નથી.

    પંજશીરે આઝાદી માટે જંગ લડી

    પંજશીર એ જ વિસ્તાર છે જ્યાં હજુ સુધી તાલિબાનનો રાષ્ટ્રીય પ્રતિરોધ મોર્ચો (NRF)અને નોર્ધન એલાયન્સ સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. 15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબજો જમાવી લીધો હતો. જોકે પંજશીરમાં નોર્ધન એલાયન્સે પોતાની આઝાદી માટેનો જંગ ચાલું રાખ્યો છે. અશરફ ગનીના દેશ છોડીને ભાગી જવા પછી અમરુલ્લાહ સાલેહે પંજશીરનાં લડાકોને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમના તરફથી ઘણા પ્રસંગે તાલિબાનની ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો - લેપટોપની બાજુમાં AK-47, તાલિબાન સરકારમાં આ આતંકી બન્યો રિઝર્વ બેંકનો ચીફ

    તાલિબાને સરકાર બનાવી

    અફઘાનિસ્તાન (Afghanistan)પર ખૂની કબજો કર્યા પછી તાલિબાને (Taliban) સરકાર બનાવી લીધી છે. એકથી ચડીને એક ખુંખાર આતંકીઓને તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રીથી લઇને ગૃહમંત્રી, રક્ષા મંત્રી અને કાનૂન મંત્રી બનાવ્યા છે. તાલિબાને બ્લેક મનીને સફેદ કરનાર હાજી મોહમ્મદ ઇદરિસને (Haji Mohammed Idrees) દેશમાં રિઝર્વ બેંક ધ અફઘાનિસ્તાન બેંકનો (DAB)ચીફ બનાવ્યો છે.

    અમેરિકાની સેનાના ફાઇટર પ્લેન પર હીંચકા ખાઈ રહ્યા છે

    અમેરિકાની સેનાની વાપસી બાદ તાલિબાને  બંદૂકના જોરે અફઘાનિસ્તાન પર કબજો કરી દીધો છે. હવે સરકાર પણ રચવામાં આવી છે. અમેરિકાની સેના પરત ફરતી વખતે અનેક હથિયાર અને સૈન્ય વિમાનોને ડિસેબલ કરીને છોડી ગઈ છે. જેનો ઉપયોગ હવે તાલિબાની પોતાના મનોરંજન માટે કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં તાલિબાની ફાઇટર્સ અમેરિકન ફાઇટર જેટની (US Fighter Jet) વિંગ પર દોરડું બાંધીને હીંચકા ખાઈ રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: