તાલિબાનના સમર્થનમાં આવ્યા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ, તાલિબાનો સાથે હાથ મિલાવ્યો: રિપોર્ટ

તાલિબાનના સમર્થનમાં આવ્યા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ, તાલિબાનો સાથે હાથ મિલાવ્યો: રિપોર્ટ (Twitter)

Afghanistan latest update- હશમત ગની તાલિબાન સાથે મળી જતા અશરફ ગની માટે શરમજનક સ્થિતિ બની છે

  • Share this:
    કાબુલ : તાલિબાને (taliban)કબજો કરતા જ ડરીને અફઘાનિસ્તાન (Afghanistan) છોડીને ભાગી જનારા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીને (Ashraf Ghani)મોટો ફટકો પડ્યો છે. અશરફ ગનીના ભાઈ હશમત ગની અહમદજઈએ (Hashmat Ghani Ahmadzai) તાલિબાની હુકુમતને સમર્થનની જાહેરાત કરી હતી. તે સમયે તાલિબાનના નેતા ખલીલ ઉર રહેમાન અને ઇસ્લામિક વિદ્વાન મુફ્તી મહમૂદ જાકિર ઉપસ્થિત હતા.

    હશમત ગની તાલિબાન સાથે મળી જતા અશરફ ગની માટે શરમજનક સ્થિતિ બની છે. અશરફ ગનીને અફઘાનિસ્તાન છોડવાની સાથે જ ખબર આવી હતી કે તે 12 અબજ 57 કરોડ રૂપિયા લઇને ફરાર થયા છે. જોકે આ વિશે અશરફ ગનીએ આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. અશરફ ગનીએ કહ્યું હતું કે તે પોતાના બૂટ પણ પહેરી શક્યા ન હતા અને અફઘાનિસ્તાન છોડવા મજબૂર થવું પડ્યું હતું.

    અશરફ ગનીએ દેશ છોડ્યા પછી કહ્યું હતું લોકોનો જીવ બચવા માટે મેં વિચાર્યું કે બહાર નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ છે. તાલિબાને તલવાર અને બંદૂકોથી જીત મેળવી છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર છે.

    આ પણ વાંચો - Afghanistan latest update: અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે શરૂ થઇ કાર્યવાહી, વિદ્રોહીઓએ જીતી લીધા 3 જિલ્લા

    બીજી તરફ અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ (Hamid Karzai International Airport) તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાનના ફાઇટરોએ અપહરણ કરી લીધું છે. અફઘાન પત્રકારો પ્રમાણે અપહરણ કરવામાં આવેલા મોટાભાગના લોકો ભારતીય (150 captured by Taliban) છે. તેમની સાથે અફઘાનિસ્તાનના નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખો પણ સામેલ છે.

    આ પણ વાંચો - તાલિબાને ન્યૂઝ એન્કર શબનમ દાવરાનને આપી ધમકી, તું મહિલા છે, ઘરે જા, Video વાયરલ

    આ આખો મામલો મીડિયામાં આવ્યા બાદ તાલિબાને આવી કોઈ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો છે. તાલિબાન પ્રવક્તા અહમદુલ્લા વસીકે અપહરણના સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. અહમદુલ્લા વસીકે જણાવ્યું કે, તાલિબાને સુરક્ષિત રીતે બીજા ગેટથી લોકોને અરપોર્ટની અંદર પહોંચાડ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published: