Home /News /national-international /હની ટ્રેપનો ઉપયોગ કરી બદમાશ હાથીને પકડવાનો કર્યો પ્રયત્ન, જાણો શું આવ્યું પરિણામ

હની ટ્રેપનો ઉપયોગ કરી બદમાશ હાથીને પકડવાનો કર્યો પ્રયત્ન, જાણો શું આવ્યું પરિણામ

વનવિભાગે પ્લાનમાં સામેલ કરી માદા હાથી (પ્રતિકાત્મક તસવીર)

Operation Haveri Wild Tusker - વન વિભાગના કર્મચારીઓએ માદા ટસ્કરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. કારણ કે નર હાથીઓથી આ બદમાશ હાથી હાથમાં આવ્યો નહીં અને ત્યાર બાદ માદા હાથી ભાનુમતીની એન્ટ્રી થઇ

હની ટ્રેપ (Honey Trap)ને ખૂબ જ ખતરનાક અને ફોજદારી ગુનો માનવામાં આવે છે. પરંતુ હની ટ્રેપનો ઉપયોગ વન વિભાગ દ્વારા બદમાશ હાથીને પકડવા માટે કરવામાં આવ્યો હતો. જોકે, હાથીને (Elephant)પકડવામાં વન વિભાગને પરસેવો આવી ગયો હતો. ખેડૂતોના દબાણ બાદ ટસ્કરને પકડવામાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી વન વિભાગના કર્મચારીઓએ તેને પકડવા માટે નવી યુક્તિ અજમાવવાનું નક્કી કર્યું હતું.

30 લોકોની મહેનત પર ફર્યું પાણી


ઓપરેશન હાવેરી વાઇલ્ડ (Operation Haveri Wild Tusker) ટસ્કરને પાર પાડવા વન કર્મચારીઓએ શિવામોગ્ગાથી 3 એક્સપર્ટ ટ્રેઇન્ડ હાઇથી બાબન્ના, સોમન્ના અને બહાદુરની મદદ લીધી હતી. 11 માહુત, વન નિરિક્ષકો અને અધિકારીઓ સહિત 30 લોકોના સઘન પ્રયાસો થતા ઓપરેશન ખરાબ રીતે નિષ્ફળ નીવડ્યું હતું.

વનવિભાગે પ્લાનમાં સામેલ કરી માદા હાથી


આ પ્લાન નિષ્ફળ જતા વન વિભાગના કર્મચારીઓએ માદા ટસ્કરને ઉપયોગ કરવાનું નક્કી કર્યું. કારણ કે નર હાથીઓથી આ બદમાશ હાથી હાથમાં આવ્યો નહીં અને ત્યાર બાદ એન્ટ્રી થઇ માદા હાથી ભાનુમતીની. શરૂઆતમાં વન અધિકારીઓને આશા હતી કે ભાનુમતીની યુક્તિ કામ કરી જશે. પરંતુ બે દિવસ સુધી ભાનુમતીના પ્રયાસો છતા હાથી તેની જાળમાં ફસાયો નહી.

ફેઇલ થયું હનીટ્રેપ


વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાથી રાત્રે ખેતરમાં શિકાર કરી રહ્યા હતો અને તેને પકડતી ટીમથી બચવા માટે નજીકની ટેકરીઓ અને અન્ય જગ્યાએ આમથી તેમ ભાગી રહ્યો હતો. પરંતુ તેમનો હની ટ્રેપનો આઇડિયા પણ નિષ્ફળ જતા લોકો મૂંઝવણમાં મૂકાયા છે.

અગાઉ પણ કરાયો છે હનીટ્રેપનો ઉપયોગ


વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્લાન ફેઇલ થવાનું કારણ છે કે અગાઉ પણ આ રીતે બદમાશ હાથી પકડવા માટે આવી જ યુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાત મહિના પહેલા ટસ્કર હાવેરી જીલ્લામાં હાહાકાર મચાવી રહ્યો હતો અને ભાનુમતીની મદદ વડે તેને પકડવામાં આવ્યો હતો. હાવેરી ટસ્કરને રેડિયો કોલરની મદદથી પકડ્યો હતો અને પછી તેને ચિક્કામગાલુરૂમાં તાનીગેબૈલું જંગલમાં પુનર્વસન માટે છોડી દેવાયો હતો. હેબ્બે અને મુટ્ટોડી નજીક રખડતો હાથ ખેતરોમાં નુકસાન પહોંચાડી રહ્યો હતો.

તેથી વન અધિકારીઓ માને છે કે ટસ્કર આ વખતે સમજી ગયો છે કે તેને અગાઉ પણ ભાનુમતી દ્વારા પકડવામાં આવ્યો હતો. અને તેથી જ તે કોઇ રીસ્ક લેવા માંગતો નથી. હાથીની આ સમજદારી “દૂધના દાઝ્યા છાશ પણ ફૂંકીને પીવે” તે કહેવતને ખરેખર સાર્થક કરે છે.
First published:

Tags: Elephant Family, વાયરલ, વાયરલ સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन