એર સ્ટ્રાઇકમાં જૈશના વડા મસૂદ અઝહરનો સાળો યૂસુફ અઝહર માર્યો ગયો : વિદેશ સચિવ

News18 Gujarati
Updated: February 26, 2019, 5:20 PM IST
એર સ્ટ્રાઇકમાં જૈશના વડા મસૂદ અઝહરનો સાળો યૂસુફ અઝહર માર્યો ગયો : વિદેશ સચિવ
યૂસુફ અઝહર, મસૂદ અઝહર

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ દેશમાં બીજો ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 26મી ફેબ્રુઆરીએ વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કરેલી કાર્યવાહી અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ મીડિયાને માહિતી આપી હતી. વિદેશ સચિવના જણાવ્યા પ્રમાણે ભારતના હુમલામાં જૈશના વડા મસૂદ અઝહરનો સાળો અને જૈશનો કમાન્ડર યૂસુફઅઝહર તેમજ અનેક આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ વિદેશ સચિવે પાકિસ્તાનને 2004 આપેલા વચનપ્રમાણે પોતાની ધરતી પરથી ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકી ગતિવિધિઓને રોકવાનું જણાવ્યું હતું.

ફિદાયીન હુમલો કરવાની ફિરાકમાં હતું જૈશ

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ દેશમાં બીજો ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ફિદાયીનને તાલિમ આપી રહ્યું છે. આ માટે તેની સામે કાર્યવાહી કરવી જરૂરી હતી. મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આવેલા બાલાકોટ ખાતે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો હતો. અહીં આતંકીઓને હુમલા માટે તાલિમ આપવામાં આવી રહી હતી. વાયુ સેના તરફથી કરવામાં આવેલા હુમલામાં મોટી સંખ્યામાં તાલિમાર્થી, જૈશનો સિનિયર કમાન્ડર અને ફિદાયીન હુમલાખોર માર્યા ગયા છે.

આ પણ વાંચો : PoKમાં વાયુસેનાની એર સ્ટ્રાઇકને પગલે કચ્છ બોર્ડર પર એલર્ટ, પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું

નાગરિકો ભોગ ન બને તેનું ધ્યાન રખાયું

વિદેશ સચિવે એવું પણ જણાવ્યું હતું કે, વાયુસેનાના હુમલામાં કોઈ સામાન્ય નાગરિક ભોગ ન બને તે માટે ખાસ આ ઠેકાણાની પસંદગી કરવામાં આવી હતી. જૈશનું આ ઠેકાણું જંગલ વિસ્તારમાં આવેલું છે.આ પણ વાંચો : Surgical strike 2: સોશિયલ મીડિયામાં મચી ધૂમ, હજી તો મીરાજથી જ હુમલો કર્યો છે...

મીડિયાને સંબોધતા વિદેશ સચિવે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ સક્રિય છે. તેનો વડો આતંકી મસૂદ અઝહર છે. આ સંગઠને જ પઠાનકોટ એરબેઝ તેમજ સંસદ પર હુમલો કર્યો હતો. ભારત સમયાંતરે જૈશના ઠેકાણા અંગેની માહિતી પાકિસ્તાનને આપતું રહ્યું છે. જોકે, ભારતે આ આતંકી સંગઠન પર લગામ લગાવવા માટે કોઈ જ પગલાં લીધા નથી.
First published: February 26, 2019, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading