Home /News /national-international /

યુક્રેનથી ભારતીયોના પરત ફરવાના સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપ્યો જવાબ, જાણો શું છે પ્લાન

યુક્રેનથી ભારતીયોના પરત ફરવાના સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપ્યો જવાબ, જાણો શું છે પ્લાન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી. (ફોટો-ANI)

રશિયન (Russia) હુમલાના ભયના કારણે સંકટમાં ઘેરાયેલા યુક્રેન (Ukraine)માંથી ભારતીય નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે તાત્કાલિક કોઈ યોજનાઓ નથી અને કોઈ વિશેષ ફ્લાઈટ નથી. આ માહિતી વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવી છે.

    રશિયન (Russia) હુમલાના ભયના કારણે સંકટમાં ઘેરાયેલા યુક્રેન (Ukraine)માંથી ભારતીય નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે તાત્કાલિક કોઈ યોજનાઓ નથી અને કોઈ વિશેષ ફ્લાઈટ નથી. આ માહિતી વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અગાઉ એર બબલ સિસ્ટમ હેઠળ મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ હતી, પરંતુ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. હવે નવી સિસ્ટમ હેઠળ ગમે તેટલી ફ્લાઇટ ઓપરેટ કરી શકાશે. તેને ધ્યાનમાં રાખીને ભારત અને યુક્રેન વચ્ચે ચાર્ટર્ડ ફ્લાઈટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અહીં એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. અમારું દૂતાવાસ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. તે યુક્રેનમાં ભારતીય નાગરિકોને સેવાઓ પૂરી પાડી રહ્યું છે. અરિંદમ બાગચીએ કહ્યું કે મને નથી લાગતું કે યુક્રેનથી ભારતીય નાગરિકોને લાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય. તેમણે કહ્યું કે દૂતાવાસનો ફોન નંબર મદદ અને માહિતી માટે જારી કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર અને વેબસાઈટ વગેરેની માહિતી પણ બહાર પાડવામાં આવી છે. આ સેવાઓ ચોવીસ કલાક ચાલુ રહેશે અને ભારતીય નાગરિકો તેમના દ્વારા સંપર્ક કરી શકે છે.

    આ પણ વાંચો- કોરોના સંક્રમણ ઘટતા રાજ્યના 6 મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, જાણો કયા-કયા શહેરોમાં રહેશે નાઇટ કર્ફ્યૂ?

    વિદેશ મંત્રાલયમાં કંટ્રોલ રૂમની બનાવાયો છે.

    તમે મદદ અને માહિતી માટે સંપર્ક કરી શકો છો.

    1800118797 (Toll free)

    Phones:

    +91 11 23012113
    +91 11 23014104
    +91 11 23017905

    Fax: +91 11 23088124

    Email: situationroom@mea.gov.in

    ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

    24*7 Emergency Helpline:

    +380 997300428
    +380 997300483

    Email: cons1.kyiv@mea.gov.in

    Website: www.eoiukraine.gov.in
    Published by:rakesh parmar
    First published:

    Tags: Russia, Ukraine, ભારત india

    આગામી સમાચાર