ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અવાર નવાર ટ્વીટર પર ચર્ચામાં રહે છે. પરંતુ એક યૂઝર્સે જ્યારે ટ્વીટ કરી સવાલ કર્યો કે સુષમા સ્વરાજ ખુદ ટ્વીટ કરતી નથી. ત્યારબાદ સુષમા સ્વરાજે અનોખા અંદાજમાં આ યુઝર્સને જવાબ આપ્યો જે હાલ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો તેના વખાણ કરી રહ્યાં છે.
યૂઝર્સે સુષમા સ્વરાજને લખ્યું કે 'મેમ, મને લાગે છે કે તમે અમારા વિદેશ મંત્રી છો, ભાજપમાં એકમાત્ર સમજદાર, તમે પોતાની જાતને ચોકીદાર કેમ કહો છો ?' આ સવાલના જવાબમાં સુષમા સ્વરાજે જવાબ આપ્યો કે 'કારણ કે હું ભારતના હિત અને વિદેશમાં સ્થિત ભારતીયોની ચોકીદારી કરી રહી છું'
પરંતુ આ ટ્વીટ પર એક ટ્વીટર યૂઝર્સે @samitpadhyએ સુષમા સ્વરાજને ટેક કરી લખ્યું કે 'નિશ્ચિત જ આ ટ્વીટ સુષમા સ્વરાજ નથી કરતી, કોઇ તેમનો પબ્લિક રિલેશનનો માણસ અથવા મહિલા છે, જેમના દ્વારા આ ટ્વીટ કરવામાં આવી રહ્યાં છે, જેના તેઓને પૈસા મળે છે'
સુષમા સ્વરાજ સતત ટ્વીટર પર સક્રિય રહે છે, તે અવારનવાર જરૂરિયાતના સમયમાં સામાન્ય લોકોને પણ ટ્વીટર પર જ મદદની જાહેરાત કરે છે. શનિવારે સુષમા સ્વરાજે ટ્વીટ કરી જણાવ્યું કે જર્મનીમાં મ્યૂનિખ પાસે એક અપ્રવાસીએ ભારતીય દંપતી પર ચાકુથી હુમલો કર્યો, જેમાં પુરષનું મોત થયું જ્યારે તેની પત્ની ઘાયલ છે. સુષમા સ્વરાજે કહ્યું હતું કે તેઓએ મ્યૂનિખમાં ભારતીય દૂતાવાસને દંપતીના બે બાળકોની દેખરેખ રાખવાનું કહ્યું છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર