Home /News /national-international /વડોદરા: બકિંઘમ પેલેસથી ચાર ગણો મોટો લક્ષ્મી વિલાસ પેલેસ જોઈને દંગ રહી ગયા 52 દેશોના રાજદૂતો

વડોદરા: બકિંઘમ પેલેસથી ચાર ગણો મોટો લક્ષ્મી વિલાસ પેલેસ જોઈને દંગ રહી ગયા 52 દેશોના રાજદૂતો

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતે વિદેશી મહેમાનો

S Jaishankar In Vadodara:વિદેશ મંત્રી એસ જયશંકરે વડોદરાના મુલાકાતે છે. વડોદરા પહોંચીને વિદેશી મહેમાનો સાથે શહેરમાં આવેલા લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. મહારાજા સયાજીરાવ 3 દ્વારા બનાવમાં આવેલ આ પેલેસ લંડનના શાહી પરિવારના નિવાસ સ્થાન બકિંઘમ પેલેસથી ચાર ગણો મોટો છે.

વધુ જુઓ ...
    વડોદરા: ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરામાં બકિંઘમ પેલેસથી પણ મોટો પેલેસ જોઈને 52 દેશોના રાજદૂતો ચોંકી ગયા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે વડોદરા પહોંચેલા વિદેશી મહેમાનોને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખાણ ગરબા જોવા અને તેની સાથે સુશાસનના પ્રતિક મનાતા મહારાજા સયાજીરાવ ગાયકવાડના પેલેસને પણ જોયો હતો. બરોડા રજવાડાનું કેન્દ્ર રહેલા લક્ષ્મી વિલાસ પેલેસ બ્રિટેનના બકિંઘમ પેલેસથી પણ મોટો છે. શહેરની વચોવચ આવેલો આ પેલેસ આજે પણ પોતાની વાસ્તુકલા અને ભવ્યતાથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

    ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થયાં


    વિદેશ મંત્રી સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં પહોંચેલા રાજદૂતોનું પૂર્વ રાજાશાહી પરિવારે સ્વાગત કર્યું હતું. આ અવસર પર શુભાંગિની દેવી ગાયકવાડ, સમરજીત ગાયકવાડ અને તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ હાજર રહ્યા હતા.વિદેશી મહેમાનોએ મહેલ સાથે જોડાયેલ રસપ્રદ વિગતો જાણી હતી. તમામ મહેમાનોએ મહેલના તમામ ભાગને જોયો અને ફરીથી તે દરબાર હોલમાં પહોંચ્યા હતા. તેની ભવ્યતા જોઈને વિદેશી મહેમાનો ખૂબ જ નવાઈ પામ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના ખ્યાતનામ ચિત્રકાર રાજા રવિ વર્માના પેન્ટીંગ પણ જોયા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે રાજા રવિ વર્માના પેન્ટીંગના વખાણ કરતા ટ્વિટ પણ કર્યા હતા.


    સયાજીરાવ તૃતીયે બનાવ્યો આ પેલેસ


    વડોદરાને ગૌરવ અપાવતા આ પેલેસનું નિર્માણ ગાયકવાડ રજવાડાના મહારાજા સયાજીરાવ તૃતીયે કરાવ્યુ હતું. 1890માં તેના પર બહું મોટી રકમ ખર્ચ થઈ હતી. એક અનુમાન મુજબ ત્યારે આ નિર્માણ પર 27 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. તેનો આકાર બકિંઘમ પેલેસથી ચાર ગણો મોટો છે. નિર્માણ સમયે આ મહેલમાં સૌથી આધુનિક સુવિધાઓ હતી. જેમ કે એલીવેટર. આ મહેલનું ઈંટીરિયર મોટા યુરોપિય દેશોના ઘરની યાદ અપાવે છે.

    કેટલીય ફિલ્મોનું અહીં શૂટીંગ થયું


    આ પેલેસમાં બોલિવૂડની કેટલીય મોટી ફિલ્મોનું શૂટીંગ થઈ ચુક્યું છે. 1982માં સુપરહીટ ફિલ્મ પ્રેમ રોગ હોય કે પછી 1993માં આવેલી દિલ હી તો હૈં. આ ઉપરાંત 2013માં ગ્રાન્ડ મસ્તી અને 2016માં સરદાર ગબ્બર સિંહનું શૂટીંગ આ પેલેસ અને તેના પરિસરમાં થયું છે. બકિંઘમ પેલેસથી ચાર ગણો મોટો આ પેલેસ હાલમાં વડોદરાનો પૂર્વ રાજ પરિવાર રહે છે, જ્યારે પેલેસનો બીજો ભાગ કોર્મશિયલ ઉપયોગમાં લેવાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: S Jaishankar, બરોડા

    विज्ञापन
    विज्ञापन