Home /News /national-international /ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, વિદેશ મંત્રીએ આ જવાબ આપી કરી બોલતી બંધ

ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, વિદેશ મંત્રીએ આ જવાબ આપી કરી બોલતી બંધ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ત્રણ દિવસીય પ્રવાસમાં ચીનના ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરી.

એસ. જયશંકરે વાંગ યીને કહ્યુ, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે

ભારત અને ચીનની વચ્ચે બીજિંગમાં મંત્રણા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કહી દીધું કે જમ્મુ-કાશ્મીર મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતીય બંધારણની એક અસ્થાઈ જોગવાઈમાં ફેરફાર કરવો ભારત સરકારનો વિશેષાધિકાર છે.

બીજી તરફ, એસ. જયશંકરની ચીનના ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાતના થોડાક કલોકો બાદ ભારત સરકાર તરફથી ફરી કહેવામાં આવ્યું કે બંને દેશોની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)માં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય. નોંધનીય છે કે બંને દેશોની વચ્ચે 3,488 કિમી LAC છે. અત્યાર સુધી બંને દેશોની વચ્ચે સરહદ વિવાદને ઉકેલવા માટે વિશેષ પ્રતિનિધિ સ્તરની 21 વાર વાતચીત થઈ ચૂકી છે.

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવવાને ગણાવ્યો સરકારનો વિશેષાધિકાર

એસ. જયશંકરનો ત્રણ દિવસીય ચીન પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ છે. સરકારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi)ની સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. આ દરમિયાન તેમને જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા અને સૂબાને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચવા માટે સંસદમાં પાસ કરવામાં આવેલા બિલ વિશે પણ જણાવવામાં આવ્યું.

આ પણ વાંચો, Man Vs Wild: 10 વર્ષમાં પહેલી રજાથી લઈ તુલસી વિવાહ, PM મોદીએ કહી 10 ખાસ વાતો

જયશંકરે વાંગ યીને કહ્યુ, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે

ભારતના વિદેશ મંત્રીએ વાંગને સ્પષ્ટપણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતીય બંધારણની એક અસ્થાઈ જોગવાઈમાં ફેરફાર કરવો ભારત સરકારનો વિશેષાધિકાર છે. બીજી તરફ, ભારત અને ચીન વચ્ચેના કોઈ નવા વિસ્તાર પર દાવો ન કરી શકાય. મુલાકાત દરમિયાન બંને દેશોની વચ્ચે સરહદ કે LACને લઈને કોઈ વિવાદ ન થયો. ભારતે કોઈ નવા વિસ્તાર પર દાવો નહીં કરીને ચીનની ચિંતાને ખતમ કરી દીધી.

ભારતે સ્પષ્ટ કર્યુ કે દ્વિપક્ષીય સંબંધ સંયુક્ત સંવેદનશીલતા પર નિર્ભર છે

કેન્દ્ર સરકાર તરફથી જાહેર નિવેદન મુજબ, ભારત-ચીન સરહદને લઈને બંને દેશ 2005ના રાજકીય માપદંડો અને સિદ્ધાંતોના આધાર પર સ્પષ્ટ, તર્કસંગત તથા બંને દેશોને સ્વીકાર સમાધાન પર સહમત છે. ભારત અને ચીન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સારા પગલા ઉઠાવવા ઉપર પણ સહમત છે. નવી દિલ્હી તરફથી ભાર મૂકવામાં આવ્યો કે બંને દેશોના સંબંધોનું ભવિષ્ય આપણી ચિંતાઓ પર સંયુક્ત સંવેદનશીલતા પર નિર્ભર છે. ભારત તરફથી ચીનને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે આપણી વચ્ચે જો કોઈ મતભેદ છે તો તે વિવાદમાં ફેરવાવો ન જોઈએ.

આ પણ વાંચો, નજરકેદ દરમિયાન ઉમર અને મહેબૂબા ઝઘડ્યાં, અલગ-અલગ રખાયાં
First published:

Tags: S Jaishankar, ચીન, ભારત, મોદી સરકાર

विज्ञापन