બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું વિવાદિત નિવેદન, 'ભારતના લોકો મફત ભોજન અને નોકરી માટે અમારે ત્યાં આવે છે'

News18 Gujarati
Updated: December 17, 2019, 2:15 PM IST
બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું વિવાદિત નિવેદન, 'ભારતના લોકો મફત ભોજન અને નોકરી માટે અમારે ત્યાં આવે છે'
બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ. કે. અબ્દુલ મોમેન (ફાઇલ તસવીર)

ભારત કરતાં બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ સારી છે તેથી ભારતીયો ગેરકાયદેસર રીતે અહીં આવી રહ્યા છે : વિદેશ મંત્રી એ. કે. અબ્દુલ મોમિન

  • Share this:
ઢાકા : બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ. કે. અબ્દુલ મોમિન (Bangladesh Foreign Minister A K Abdul Momen)એ ભારત વિશે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યુ કે ભારતના લોકો બાંગ્લાદેશ આવે છે કારણ કે અહીંની ઇકૉનોમી ભારતથી સારી છે અને સાથોસાથ અહીં લોકોને મફતમાં ભોજન મળે છે. તેઓએ એમ પણ કહ્યુ કે જે લોકો અહીં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ભારત પરત મોકલવામાં આવશે.

વિવાદિત નિવેદન

બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યૂન મુજબ, ભારતીયોના બાંગ્લાદેશ આવવાના સવાલ પર અબ્દુલ મોમિને કહ્યુ કે, ભારતથી લોકો એટલા માટે બાંગ્લાદેશ આવી રહ્યા છે કારણ કે અહીંથી સ્થિતિ ઘણી સારી છે. અહીંની આર્થિક સ્થિતિ સારી છે. ત્યાંથી જે લોકો આવે છે ખાસ કરીને ગરીબોને અહીં નોકરી મળી જાય છે અને સાથોસાથ મફતમાં ભોજન પણ મળે છે. ભારતની તુલનામાં અમારી ઇકૉનોમીમાં વધુ દમ છે. ભારતમાં નોકરીની અછત છે. તેથી ત્યાંના લોકો અહીં આવે છે.

બાંગ્લાદેશે યાદી માંગી

અબ્દુલ મોમિને બે દિવસ પહેલા એ વાતનો પણ સંકેત આપ્યો હતો કે ભારતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી ત્યાં પરત આવી શકે છે. તેઓએ ભારતને અનુરોધ કર્યો કે જો તેમની પાસે ત્યાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકોની યાદી છે તો તેને પૂરી પાડવામાં આવે અને તેઓ તેમને પરત આવવાની મંજૂરી આપશે.

આ પણ વાંચો, રાજદ્રોહ કેસમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સૈન્ય પ્રમુખ પરવેઝ મુશર્રફને ફાંસની સજા ફટકારાઈપરત મોકલી દઈશું

મોમિને એમ પણ કહ્યુ છે કે કેટલાક ભારતીય નાગરિક આર્થિક કારણોથી વચેટિયાઓના માધ્યમથી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ઘૂસી રહ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, પરંતુ જો અમારા નાગરિકો સિવાયનું કોઈ બાંગ્લાદેશમાં ઘૂસે છે તો અમે તેની પરત મોકલી દઈશું. તેમને એ રિપોર્ટો વિશે પૂછવામાં આવ્યું હતું કે કેટલાક લોકો ભારતની સાથે જોડાયેલી સરહદના માધ્યમથી ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસી રહ્યા છે.

આ પણ વાંચો, RSS પદાધિકારીની સ્કૂલમાં બાળકોએ ક્રિએટ કર્યો 'બાબરી વિધ્વંસ'નો સીન, Video વાયરલ
First published: December 17, 2019, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading