Home /News /national-international /

આગ ઓકતી ગરમી માટે થઇ જાઓ તૈયાર, રેકોર્ડ તોડ હશે આ વર્ષે તાપમાન

આગ ઓકતી ગરમી માટે થઇ જાઓ તૈયાર, રેકોર્ડ તોડ હશે આ વર્ષે તાપમાન

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ, કચ્છ, ઇડર, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનનાં અન્ય શહેરોમાં 1.5 થી બે ડિગ્રીથી વધુ તાપમાન ગત વર્ષોની સરખામણીએ નોંધાઇ શકે છે

    નવી દિલ્હી: આવનારા દિવસોમાં ભારે ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર થઇ જજો. હવામાન ખાતાનું માનીયે તો, આ વખતે દેશનાં અડધાથી વધુ રાજ્યમાં માર્ચથી મે મહિનામાં તાપામાન સમાન્ય કરતાં એક ડિગ્રી વધુ રહેશે. આમ તો ગરમી આખા દેશમાં રેકોર્ડ તોડ હશે. પણ માર્ચ મહિનાથી જ તેની અસર શરૂ થઇ જશે. જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને બિહારમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.



    જેમાં અમદાવાદ, કચ્છ, ઇડર, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનનાં અન્ય શહેરોમાં 1.5 થી બે ડિગ્રીથી વધુ તાપમાન ગત વર્ષોની સરખામણીએ નોંધાઇ શકે છે.

    આ વર્ષે જો તાપમાનની વાત કરવામાં આવે તો પર્વતીય વિસ્તારનાં રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ તાપામનમાં સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે.



    હવામાન ખાતા દ્વારા બુધવારે જે પૂર્વાનુમાન લગાવામાં આવી રહ્યું છે 'હીટ વેવ ઝોન'માં તાપમાન મે મહિનામાં 52 ડિગ્રી સુધી જઇ શકે છે. આ તાપમાન આટલા વર્ષોનું મહત્તમ તાપમાન હશે.

    આ ઝોનમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા, મરાઠવાડા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશનાં તટિય વિસ્તાર શામેલ છે.



    હવામાન ખાતાની માનીયે તો, દક્ષિણ ભારતનાં રાજ્યો અને કેટલાંક પૂર્વોત્તર રાજ્યમાં તાપમાનમાં વધુ વૃદ્ધિ નહીં થાય. અનુમાન છે કે, તમિલનાડુ, દક્ષિણ પૂર્વ કર્ણાટક, રાયલસીમા અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 0.5 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Summer, This year

    આગામી સમાચાર