આગામી 48 કલાકમાં દેશના આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

News18 Gujarati
Updated: October 3, 2019, 8:58 AM IST
આગામી 48 કલાકમાં દેશના આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલા આગાહીથી વધારે વરસાદ પડ્યો, હવામાન વિભાગે 96% વરસાદ પડવાની આગાહી આપી હતી.

  • Share this:
નવી દિલ્હી : આ વર્ષે લગભગ ચાર મહિના સુધી ચોમાસાની ઋતુમાં સામાન્યથી વધારે વરસાદ પડ્યા પછી 10મી ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ચાર ઓક્ટોબર પછી ચોમાસું નબળું પડે તેવું અનુમાન લગાવ્યું છે. તેની સાથે જ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 10મી ઓક્ટોબર પછી વિદાય લે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ (IMD)ના ઉત્તર ક્ષેત્રના મુખ્ય વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ચાર ઓક્ટોબર પછી ચોમાસાની સંભવિત ગતિવિધિને જોઈને પશ્ચિમ રાજસ્થાનમાં 10 ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લઈ શકે છે. જોકે, શ્રીવાસ્તવે જણાવ્યું કે, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં અત્યાર સુધી 136 ટકા વરસાદ નોંધાયો, હજી વિદાયનાં એંધાણ નથી

30મી સપ્ટેમ્બર સુધી 109 ટકા વરસાદ નોંધાયો

આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હોવા અંગે જણાવતા શ્રીવસ્તવે જણાવ્યું કે, 30મી સપ્ટેમ્બર સુધી દેશમાં સામાન્યથી વધારે 109 ટકા વરસાદ પડ્યો છે. આ મામલે હરિયાણા અને દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં વરસાદમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમના કહેવા પ્રમાણે આગામી બે દિવસમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. નોંધનીય છે કે હવામાન વિભાગ તેમજ હવામાન સાથે જોડાયેલી ખાનગી સંસ્થા 'સ્કાયમેટે' દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થતા પહેલા સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.હવામાન વિભાગે 96% વરસાદની આગાહી આપી હતી

હવામાન વિભાગ તરફથી એપ્રિલમાં કરવામાં આવેલા પૂર્વાનુમાન પ્રમાણે દેશમાં 96% વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે સ્કાયમેટ તરફથી 93 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બંને એજન્સીઓએ પોતાના અનુમાનમાં પાંચ ટકાની વધઘટનો અંદાજ લગાવ્યો હતો.

સ્કાયમેટે સામાન્યથી ઓછા વરસાદ માટે અલ નીનોને જવાબદાર ગણાવ્યો હતો. શ્રીવાસ્તવે કહ્યુ કે, "જૂનમાં અલ નીનોના પ્રભાવને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં ઓછો વરસાદ પડ્યો હતો, પરંતુ જુલાઈના અંતમાં અલ નીનોનો પ્રભાવ ખતમ થઈ જતાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની ખોટ પૂરાઈ ગઈ હતી."
First published: October 3, 2019, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading