હવામાનશાસ્ત્રીઓની આગાહી, પેરિસના લક્ષ્ય કરતા પૃથ્વીનું તાપમાન વધવાની 40 ટકા વધુ પ્રબળ શક્યતા

પ્રતિકાત્મક તસવીર

પૃથ્વી પર સતત વધી રહેલ હવા પ્રદૂષણના કારણે આજે માણસ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે

  • Share this:
પૃથ્વી પર સતત વધી રહેલ હવા પ્રદૂષણના કારણે આજે માણસ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પ્રતિદિન પૃથ્વીનું તાપમાન વધતા પર્યાવરણ પ્રેમીઓ અને હવામાનશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. એક હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર આગામી પાંચ વર્ષમાં પૃથ્વી પરનું તાપમાન વધવાની શક્યતા 40 ટકા વધી ગઇ છે, જેને પેરિસ આબોહવા કરાર દ્વારા રોકવાના પ્રયાસો કરાઇ રહ્યા છે.

હવામાન સંસ્થાઓની નવી આગાહી મુજબ આગામી અમુક વર્ષોમાં 90 ટકા શક્યતા છે કે વર્ષ 2025ના અંત સુધીમાં પૃથ્વી સૌથી ગરમ વર્ષ તરીકે એક નવો રેકોર્ડ બનાવશે અને એટલાન્ટિક વધુ જોખમી વાવાઝોડાઓ લાવવાનું ચાલુ રાખશે. આ વર્ષ માટે હવામાન શાસ્ત્રીઓ કહે છે કે, પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જમીનનો મોટો ભાગ દાયકાઓની સાપેક્ષમાં 1.4 ડિગ્રી વધુ ગરમ રહેશે અને યુએસ દક્ષિણ-પશ્ચિમમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે.

પેરિસ આબોહવા સમજૂતી 2015માં હવેથી અમુક ડિગ્રીના દસમાં ભાગ સુધી પૃથ્વીનું તાપમાન રાખવાનું નક્કી કરાયું છે. રિપોર્ટ અનુસાર 40 ટકા શક્યતા છે કે પેરિસ દ્વારા નક્કી કરાયેલ બે લક્ષ્યોના તાપમાન કરતા આગામી 5 વર્ષોમાં ઓછામાં ઓછું 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ હશે. ઓદ્યોગિક સમય કરતા પૃથ્વી પહેલીથી જ 1.2 ડિગ્રી સેલ્સિયસ ગરમ છે. ગત વર્ષે આ જ ગૃપ દ્વારા 20 ટકા શક્યતા હોવાની આગાહી કરાઈ હતી.

આ પણ વાંચો - સૂર્યની સપાટી કરતા તેનું વાયુમંડળ 500 ગણું ધગધગતું કેમ? સંશોધકોને મળ્યો જવાબ

યુકેના મેટ સેન્ટરના હવામાન વૈજ્ઞાનિક લિયોન હર્મનસને આગાહી કરનારને મદદ કરતા કહ્યું કે, ટેક્નોલોજીમાં થયેલા સુધારાના કારણે અવરોધો બે ગણા થયા છે. જે દર્શાવે છે કે આપણે વિચાર્યુ તેના કરતા વધારે ગરમ છે. આ એક ચેતવણી છે કે આપણે હવે કડક પગલાઓ લેવાની ખાસ જરૂર છે.

પેન્સિલવેનિયા સ્ટેસ યુનિવર્સિટીના ક્લાઇમેટ સાઇન્ટિસ્ટ માઇકલ મેને કહ્યું કે, તેમને પૂર્ણ ખાતરી છે કે આગામી થોડા વર્ષોમાં પૃથ્વી પેરિસ વોર્મિંગ થ્રેશોલ્ડ કરતા વધી જશે. એક કે બે વર્ષમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ એટલું ચિંતાજનક નથી, જ્યારે તાપમાનનો એકંદર દર તે સપાટીથી ઉપર રહે છે. કદાચ તે દાયકાઓ સુધી ન થાય અને તેને રોકી પણ શકીએ છીએ. જણાવી દઇએ કે, માઇકલ આ અહેવાલનો ભાગ ન હતા.

એસોસિએટેલ પ્રેસ હેલ્થ એન્ડ સાયન્સ ડિપાર્ટમેન્ટને હાવર્ડ હ્યુઝીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એજ્યુકેશન દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ તમામ માહિતી માટે એપી સંપૂર્ણ જવાબદાર છે.
First published: