Home /News /national-international /દેશમાં એકતા બનાવી રાખવા માટે તમામ ધર્મોનું સમાન આદર જરૂરી- જાણો અલાહાબાદ હાઇકોર્ટે આવું કેમ કહ્યું

દેશમાં એકતા બનાવી રાખવા માટે તમામ ધર્મોનું સમાન આદર જરૂરી- જાણો અલાહાબાદ હાઇકોર્ટે આવું કેમ કહ્યું

જો દેશમાં એકતા બનાવી રાખવી છે તો તમામ ધર્મ અને જ્ઞાતિનું સમાન આદર ખુબજ જરૂરી છે. આપણાં દેશમાં વિવિધતામાં એકતા અહીંની સુંદરતા છે.

જસ્ટિસ પ્રીતિન્કર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે મથુરાની એક સામાજિક કાર્યકર્તા શાહિદાની જનહિત અરજીને ખારીજ કરતાં કહ્યું કે, ભારત વિવિધતાઓનો દેશ છે અને જો દેશમાં એકતા બનાવી રાખવી છે તો તમામ ધર્મ અને જ્ઞાતિનું સમાન આદર ખુબજ જરૂરી છે. આપણાં દેશમાં વિવિધતામાં એકતા અહીંની સુંદરતા છે.

વધુ જુઓ ...
  પ્રયાગરાજ: અલાહાબાદ હાઇકોર્ટે મથુરા-વૃંદાવનનાં 22 વોર્ડોમાં ઉત્તર પ્રેદશ સરકાર દ્વારા દારુ અને માંસનાં વેચાણ પર રોક લગાવવાં વિરુદ્ધ દાખલ જનહિત અરજી ખારીજ કરી દીધી છે. કોર્ટે અરજી ખારીજ કરતાં કહ્યું કે, ભારત વિવિધતાઓનો દેશ છે. અને જો દેશમાં એકતા બનાવી રાખવી છે તો તમામ ધર્મ અને જ્ઞાતિનું સમાન આદર ખુબજ જરૂરી છે. આપણાં દેશમાં વિવિધતામાં એકતા અહીંની સુંદરતા છે. જસ્ટિસ પ્રીતિન્ક દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે મથુરાની એક સામાજિક કાર્યકર્તા શાહિદાની જનહિત અરજીને ખારીજ કરતાં કહ્યું કે, આપણાં દેશમાં વિવિધતાઓ છતાં એકતા અહીંની સૌથી મોટી સુંદરતા છે.

  આ પણ વાંચો-ઇમામ સહિત 25ની ધરપકડ, VHP-બજરંગ દળ પર FIR અને.. વાંચો અત્યાર સુધીના સમગ્ર અપડેટ

  ખરેખર શાહિદાએ અરજી દાખલ કરી કહ્યું હતું કે, સ્થાનિક પોલીસ લોકોને હેરાન કરે છે કે અને તેમને આવું કરતાં રોકવામાં આવે. તથા દારુ અને માંસનાં વેચાણ પર લાગેલું પ્રતિબંધ હટાવવામાં આવે. અરજીકર્તાએ કહ્યું કે, પોતાની મરજીનું ખાવું લોકોનાં મૌલિક અધિકારનો હિસ્સો છે. શાહિદાની આ અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે, તે સરકાર દ્વારા લગાવવામાં આવેલાં આવાં પ્રતિબંધની માન્યતાને ધ્યાનમાં લેતા નથી. અરજદારે અરજીમાં પ્રતિબંધના આદેશને પડકાર્યો નથી. કોર્ટે કહ્યું કે મથુરા-વૃંદાવન એક પવિત્ર સ્થળ છે અને ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
  " isDesktop="true" id="1200614" >

  નોંધપાત્ર રીતે, 10 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ, રાજ્ય સરકારે મથુરા-વૃંદાવન કૃષ્ણ જન્મભૂમિના 10 ચોરસ કિલોમીટરની અંદર દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. મથુરાના ફૂડ પ્રોસેસિંગ ઓફિસર, ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સે એક આદેશ પસાર કર્યો હતો અને તાત્કાલિક અસરથી માંસ વેચતી દુકાનોનું રજિસ્ટ્રેશન રદ કર્યું હતું. સ્થાનિક વહીવટીતંત્રના આ આદેશથી દુઃખી થઈને અરજદારે સામાજિક કાર્યકર તરીકે જાહેર હિતની અરજી કરી હતી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Allahabad high court, HC, હાઇકોર્ટ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन