Home /News /national-international /વિદેશમાં નોકરીનું સપનુ દેખતા લોકો માટે આ 3 દેશોમાં સરળતાથી મળી શકે છે નૌકરી, જાણો વિગત

વિદેશમાં નોકરીનું સપનુ દેખતા લોકો માટે આ 3 દેશોમાં સરળતાથી મળી શકે છે નૌકરી, જાણો વિગત

જોબ સીકર વિઝા વિદેશમાં નોકરી શોધવા માટે આપવામાં આવે છે.

જોબ સીકર વિઝા માટે જુદા જુદા દેશોમાં અલગ-અલગ નિયમો હોય છે. જેમાં સામાન્ય નિયમો શામેલ છે, શૈક્ષણિક લાયકાત, તમારી ત્યાં રહેવાની નાણાકીય ક્ષમતા અને માન્ય પાસપોર્ટ. અહીં અમે એવા 3 દેશો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમારે જોબ સીકર વિઝા માટે વિચારવું જોઈએ.

વધુ જુઓ ...
નવી દિલ્હી : જો તમે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોવ પરંતુ તમારી પાસે નોકરીની ઓફર નથી કે, તમારી પાસે વર્ક વિઝા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. ઘણા દેશોમાં જોબ સીકર વિઝાની પણ જોગવાઈ ઉપલ્બ્ધ છે, જેની મદદથી તમે તે દેશોમાં જઈને નોકરી શોધી શકો છો.

જોબ સીકર વિઝા માટે જુદા જુદા દેશોમાં અલગ-અલગ નિયમો હોય છે. જોકે, આમા સામાન્ય નિયમો શામેલ છે, જેમાં શૈક્ષણિક લાયકાત, તમારી ત્યાં રહેવાની નાણાકીય ક્ષમતા અને માન્ય પાસપોર્ટ. અહીં અમે એવા 3 દેશો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમારે જોબ સીકર વિઝા માટે વિચારવું જોઈએ.

જર્મની

જર્મની યુરોપિયન યુનિયનની બહારના દેશોના નાગરિકોને 9 મહિના સુધી નોકરી શોધવા માટે જોબ સીકર વિઝા ઓફર કરે છે. જર્મનીમાં જોબ સીકર વિઝા માટે અરજી કરતી વખતે, તમારી પાસે કોઈપણ વ્યવસાયમાં ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ, ત્યાં રહેવા માટે જરૂરી ભંડોળ અને શૈક્ષણિક અથવા વ્યાવસાયિક તાલીમનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. તમારી લાયકાતને જર્મનીમાં સમકક્ષ અથવા જર્મન ડિપ્લોમા તરીકે પણ માન્યતા આપવી જોઈએ.

આ પણ વાંચો : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મોકલ્યો ધમકીભર્યો ઈમેલ, પોલીસે વધારી સુરક્ષા

ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રિયામાં નોકરી શોધવા માટે તમે 6 મહિનાનો વિઝા મેળવી શકો છો. વિઝા માટે અરજી કરનારા ઉમેદવારોને આ માટે નક્કી કરાયેલી યાદી અનુસાર ઓછામાં ઓછા 70 પોઈન્ટની જરૂર છે. જો તમને જોબ સીકર વિઝા દરમિયાન નોકરી મળે છે, તો તમે રેડ-વ્હાઈટ-રેડ કાર્ડ માટે પણ અરજી કરી શકો છો. તેના દ્વારા તમે ત્યાં વર્ક અને રેસિડન્સ પરમિટ મેળવી શકો છો. લાલ-સફેદ-લાલ કાર્ડ ધારકને લાંબા સમય સુધી ઑસ્ટ્રિયામાં કામ કરવાની અને રહેવાની છૂટ છે.

સ્વીડન

સ્વીડનમાં જોબ સીકર વિઝા માટે તમારી પાસે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે. આ ઉપરાંત, તમારી પાસે સ્વીડનમાં રહેવા માટે માન્ય પાસપોર્ટ, જરૂરી ભંડોળ અને આરોગ્ય વીમો હોવો આવશ્યક છે. તમે સ્વીડનમાં જોબ સીકિંગ વિઝા માટે 3 થી 9 મહિના માટે અરજી કરી શકો છો.
First published:

Tags: Visa