ગાઝિયાબાદમાં સેટેલાઇટથી પકડાઈ 15 કરોડની ટેક્સ ચોરી

પ્રતીકાત્મક તસવીર

હાઈવે પાસેના કરોડો રૂપિયાના કોમર્શિયલ કોમ્પલેક્સને રસ્તાથી દૂર કૃષિ ભૂમિ બતાવીને વેચી દેવામાં આવી, આવી રીતે પકડાઈ ચોરી

 • Share this:
  દેશમાં પહેલીવાર ઇન્કમ ટેક્સ વિભાગે સેટેલાઇટની મદદથી 15 કરોડની ટેક્સ ચોરી પકડી છે. મામલો મોદીનગરના સીકરી કલાં વિસ્તારનો છે. અહીં હાઈવેની પાસે સ્થિત કરોડો રૂપિયાના કોમર્શિયલ કોમ્પલેક્સને રસ્તાથી દૂર કૃષિ ભૂમિ બતાવીને વેચી દેવામાં આવ્યું. ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગે હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી પાસે સેટેલાઇટની તસવીરો માંગી તો જાણવા મળ્યું કે વેચાણના સમયે સંબંધિત જમીન પર કોમર્શિયલ કોમ્પલેક્સ હતું.

  મુખ્ય આવકવેરા કમિશનર (તપાસ) અમેન્દ્ર કુમો જણાવ્યું કે સંભવત: આ દેશનો પહેલો મામલો છે, જેમાં ટેક્સ ચોરી પકડવા માટે સેટેલાઇટ ઈમેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેન્દ્ર કુમોર જણાવ્યું કે મોદીનગરના એક વ્યક્તિએ ટેક્સ બચાવવા માટે ફેબ્રુઆરી 2016માં કોમર્શિયલ કોમ્પલેક્સની જમીનને કૃષિ જમીનના આધારે ટુકડાઓમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

  આ પણ વાંચો, NASAની ચિંતા: મિશન શક્તિથી અંતરિક્ષમાં કચરો ફેલાયો, ISS માટે ખતરો વધ્યો

  ઇન્કમ ટેક્સ વિભાગના નોટિસના જવાબમાં જણાવવામાં આવ્યું કે જ્યારે જમીનનું રજિસ્ટ્રેશન થયું હતું ત્યારે તે કૃષિ જમીન હતી. ત્યારબાદ વિભાગે જમીનની તે સમયની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીથી તે ભૂખંડની જૂની તસવીર માંગી. ત્યાંથી ઇમેજ મળ્યા બાદ ટીમે રાજ્યની રિમોટ સેન્સિંગ એજન્સી પાસે જમીનની ડિટેલિંગ કરાવ્યું. તેમાં જાણવા મળ્યું કે જ્યારે જમીનનું રજિસ્ટ્રેશન થયું હતું તે સમયે જમીન પર કોમર્શિયલ કોમ્પલેક્સ બની ચૂક્યું હતું. આ ઇમેજને પુરાવા તરીકે ગણતા ઇન્કમ ટેક્સ વિભાગે ચોરી કરનારા વ્યક્તિને નોટિસ જાહેર કરીને લગભગ 15 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવવા માટે કહ્યું છે. આવા પ્રકારના મામલાઓમાં 100 ટકા ટેક્સ વસૂલવાની જોગવાઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published: