સીએમ ચાન્નીએ આપ્યા સંકેત, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે વ્યૂહરચના બનાવી શકે છે પ્રશાંત કિશોર

ચરણજીત ચન્નીની ફાઇલ તસવીર

Punjab Assembly Election 2022: એક વીડિયોમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચાન્નીને એમ કહેતા સાંભળી શકાય છે કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં રાજ્ય બાબતોના પ્રભારી હરીશ ચૌધરી પણ પ્રશાંત કિશોરની સેવાઓ લેવાની સલાહ આપી રહ્યા છે.'

  • Share this:
ચંદીગઢ. પંજાબ (punjab)ના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચાન્ની (charanjit singh channi)એ સંકેત આપ્યો છે કે, આવતા વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી (Punjab Assembly election 2022) માટે કોંગ્રેસ(Congress)ના પ્રચાર અભિયાનની તૈયારીઓ કરવા માટે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (prashant kishor)ની સેવા લઈ શકે છે.

ચાન્નીએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)માં રાજ્ય બાબતોના પ્રભારી હરીશ ચૌધરી (Harish Chaudhary)ને મંગળવારે સાંજે પક્ષના ધારાસભ્યો અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજીને મતદાનની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.

પાર્ટીની બેઠકના એક ટૂંકા વીડિયોમાં ચાન્નીને એમ કહેતા સાંભળી શકાય છે કે 'હરીશ ચૌધરી પણ પ્રશાંત કિશોરની સેવાઓ લેવાની સલાહ આપી છે.' ચાન્ની પોતાની સરકારના તાજેતરમાં જ વીજ ટેરિફ ઘટાડવાના નિર્ણય અને તેના પર લોકોના સકારાત્મક પ્રતિસાદ અંગે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. ચાન્નીએ કહ્યું કે લોકો અને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ છે.

આ પણ વાંચો: PM મોદીએ દિવાળી પર દેશવાસીઓને આપી શુભકામનાઓ, આજે નૌશેરામાં જવાનો સાથે ઉજવશે તહેવાર

હમણા ટીએમસી માટે કામ કરી રહ્યા છે કિશોર
તેમણે કહ્યું કે, "તમારા બધાસૂચનો મુજબ વીજળીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અમારી પાસે હજી થોડા મહિના છે (ચૂંટણીને ધ્યાનમાં રાખીને આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં)અને હું ખાતરી કરીશ કે તમે જે પણ સૂચનો કરશો તેનો અમલ કરવામાં આવશે.'

આ પણ વાંચો: એક્સાઈઝ ડ્યુટીમાં જંગી ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા ગગડશે? વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

આ વર્ષની શરૂઆતમાં કિશોરે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર પદેથી રાજીનામું આપ્યું હતું. કિશોર હાલમાં ગોવા વિધાનસભાની આગામી ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માટે કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Petrol price today: દિવાળીના દિને પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો, જાણો તમારા શહેરનો આજનો ભાવ

આ પહેલા કિશોરે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરિંદર સિંહના પ્રચારની જવાબદારી સંભાળી હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પંજાબમાં ભારે બહુમતી સાથે સત્તામાં આવી હતી. ગયા મહિને અમરિન્દર સિંહને કોંગ્રેસે મુખ્યમંત્રી પદેથી દૂર કર્યા હતા અને ચાન્નીને સીએમ બનાવવામાં આવ્યા હતા. સિંહે મંગળવારે કોંગ્રેસ છોડી દીધી હતી અને આગામી ચૂંટણી લડવા માટે તેમના રાજકીય સંગઠનના નામની જાહેરાત કરી હતી.
Published by:Riya Upadhay
First published: